02 August, 2019

સૂરજ-ચંદ્ર ની સાખે



- જુનાગઢ ના રાજા રા'દેસળ નો ન્યાય ---- સૂરજ-ચંદ્ર ની સાખે 
 જુનાગઢ ના રાજા રા'દેસળ ને પુનમ ની અજવાળી  રાત્રે . નીંદર નથી આવતી , 
રાત મા ઊઠી ને એક કાગળી યો હાથ મા ઝાલી , વિચાર મા ગરકાવ થઇ જાય છે . 
કાગળી યો એને કોયડો બન્યો છે . 
વાણીયા મુલચંદ શેઠે ખેડુત ધરમશી કણબી ને એક હજાર કોરી આજ રોજ આપેલ છે . 
જે ધરમશી કણબી ને વ્યાજ સહીત ભરવાની રહેશે . 
સૂરજ-ચંદ્ર ની સાખે.- કાગળ મા આ રીતે નુ લખાણ છે . 
મુલચંદ શેઠ કહે છે કે મે કણબી ને વ્યાજે એક હજાર કોરી આ લખાણ કરી ને આપેલ છે . 
કણબી એ એક પણ કોરી મને પાછી ચુકવી નથી . 
કોરી ચુકવ્યા નો કોઇ સાંક્ષી નથી , કોઇ એંધાણ નથી , 
મારો આ કાગળ સાબીતી આપે છે . કણબી કુડ કરે છે . 
આપજ ન્યાય નો ફેસલો કરો મહારાજા . 
કણબી કહે છે એ લખાણ ની વ્યાજ સહીત ની કોરી મે વાણીયા ને ચુકવી દીધી છે . 
મારા અને વાણીયા સીવાય ત્રીજુ કોઇ સાંક્ષી ન હતુ . 
પણ મે મારે હાથે લખાણ પર ચોકડી મારેલી . 
ચારે ખુણા સુધી ની મોટી ચોકડી મે મારા હાથે કાળી સાહી થી મારેલી . 
રા'દેશળ આ સમસ્ય ના વિચાર મા ખોવાયેલ છે . 
વાણીયો ખોટો છે કે કણબી ખોટો છે ? સમસ્ય ગંભીર છે . 
રાજ દરબાર મા ફરીયાદ લઇ કણબી આવ્યો છે . 
એ બે સીવાય ત્રીજો કોઇ સાક્ષી પણ નથી . 
જો કણબી ખોટો હોય તો એની શુ હીમત ! કે ઇ ફરીયાદ કરે . 
કાગળ માં ચોકળી તો છે નઇ ? સવારે કચેરી માં વાણીયા અને કણબી બંન્ને ને બોલાવ્યા . 
રાજા બોલ્યા જે કુડ હોય તે કહી નાખજો , હુ આ વાત નો તાગ લેવાનો છુ . 
પછી ગોટા વાળતા નહી . 
હુ રા'દેશળ ! નાગ ફણીંયુ જડાવી ને મારી નાખીશ હો '' 
વાણીયો : તો આપ ધણી છો . મારે તો કહેવાનુ જ કયાં છે ? કાગળ એની મેળે બોલશે . 
રા'દેશળ કાગળ ને નીરખી ને જોવે છે ત્યા એની નજર છેડે ની એક લીંટી ઉપર પડી 
લખ્યું હતુ કે - સૂરજ-ચંદ્ર ની સાંખે 
રા' વિચારે ચડીયા કે આ તે કઇ જાત ની સાખ ? 
માણસ ની સાક્ષીં તો જાણી પણ સૂરજ-ચંદ્ર ને સાક્ષીં રાખવાનો મર્મ શો હશે ? 
કાંઇક ઊંડો ભેદ હોવો જોઇએ. પૂર્વજો નકામી શાહી બગાડે નહી .. 
રાજા એ સૂરજ ના બિંબ આડો કાગળ રાખ્યો અને આગળ પાછળ ફેરવે છે . 
વાંસલી બાજુએ જ્યા નજર કરે ત્યા સામસામા ચારેય ખૂણા સુધી દોરેલી ચોકળી દેખાઇ. 
રા' એ કહ્યુ , શેઠ કણબી તો કહે છે તેને લખત પર ચોકડી મારી દીધી છે . 
શેઠ : કાગળ જુવો બાપ . 
રા' : કણબી તમે ચોકડી મારી એનો કોઇ સાક્ષીં ?
કણબી : કાળો કાગડો ઇ નહિ. ધણી . 
રા' : આમા તો લખ્યુ છે કે સૂરજ-ચંદ્ર ની સાંખે ! 
શેઠ : એ તો લખવાનો રીવાજ'... સૂરજ-ચંદ્ર ની સાંખ વાળા તો અમારા કંઇક લખત ડૂબ્યાં છે .
કણબી : સૂરજ-ચંદ્ર તો સાંખ પુરાવશે સમય આવ્યે પણ આપણે એ ન સમજી સકી એ . 
રા'દેશળ ઓરા આવો શેઠ , શેઠ ને ચોગાન માં લઇ જઇ ને સૂરજ ની સામે કાગળ રાખી ને ચોકડી દેખાડે છે . 
કહો શેઠ તમે શી કરામત કરી ? 
સાચુ કહોતો છોડી દઇશ. 
શેઠ કહે છે કે ચોકડી ની શાહી લીલી હતી ત્યારે જ મે દળેલ ખાંડ શાહી ઉપર ભભરાવી દીધી 
અને કાગળ કીડી ઓ પાસે રાખી મુકયો , 
ખાંડ સાથે એકરશ થઇ ગયેલ સાહી કીડી ઓ ચૂસી ગઇ . એ રીતે ચોકડી ભૂંસાઇ ગઇ . 
હવે જો ચાહે સજા દો . 
રા' : શેઠ તમે તમારી ચતુરાઇ નો અવડા માર્ગે ઉપયોગ કર્યો . 
તેથી રાજા એ શેઠ ને ત્રણ વર્ષ ની કેદ દીધી .. 

-'' ઝવેરચંદ મેઘાણી ''

આ ભુમિમા જ દૈવત જેવુ છે કશુક














આ  ભુમિમા જ દૈવત જેવુ છે કશુક

                                                                   
વાવો મહાભારત અને ગીતા નીકળે

                                                                  
 છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો

                                                                     
જરાક ખોતરો ત્યા કવિતા નીકળે

                                                                      
હજુ ક્યાક ધબકે છે લક્ષમણ રેખા

                                                                    
રાવણો જ્યાથી બીતા બીતા નીકળે

                                                                       
કૃષ્ણના ટેરવા જો આવીને ફંફો

                                                                    
તો વાંસળીના ટુકડા સંજીતા નીકળે

                                                                    
ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી

                                                                   
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે

                                                                   
શુ તાસીર છે આ ભુમી ની હજી રાજા

                                                                    
જનક જેવા હ્ળ હાકે તો સીતા નીકળે

                                                                                
-કવિ દાદ

ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર



ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર કે ભાષાની મીઠાશ નહિ , 
જાણે બોલે કાગડો- કાબર 
ઉત્તરમાં પાટણની પ્રભુતા ને અંબાજી સાક્ષાત 
અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન 
ને અમદાવાદમાં ચીપી ચીપીને ..........પવાલામાં પાણી પીશો.. 
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્રાહ્મણ- નાગર

ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર... 
નર્મદનું સુરત જુઓ તો બોલે બોલે બોબડું , 
તું ને બદલે ટ ટ તું નો ટ ત્યારે ..ત .. તોતડું તપેલીને એ કહે પતેલી ...

મારી લાખ્યા બટાકાનું હાક... 
તપેલી ને એ કહે પતેલી પછી હોય શેઠ કે ચાકર .... 
ગુજરાતી થઈ ગુજરાતી કોઇ બોલે નહિ બરાબર 
અચો ...અચો ... કઈ કચ્છી બોલે ને કાઠીયાવાડી કહે હાલો... એ હાલો બાપા .. 

ચરોતરીનું કેમ છો.. ચ્યમ છો. 
ગરબડ ને ગોટાળો.....હેડો લ્યા.... 
સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ,
આ ભાષાનો રત્નાકર ...........
 ગુજરાતી થઈ ગુજરાતી કોઇ બોલે નહિ બરાબર....... 

-અવિનાશ વ્યાસ 
॥ ગરવી-ગુજરાત ॥

ગુજરાત તને અભિનંદન


 ગુજરાત તને અભિનંદન 
વંદન અભિનંદન વંદન અભિનંદન 
વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, 
દસે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહિ ન્યારા,
તું સોમનાથનું બિલિપત્ર તું દ્વારકેશનું ચન્દન, 
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન. 
ધરતીકંપમાં ઊભો રહ્યો’તો સાવ અડીંખમ માણસ, 
દુષ્કાળોની દારુણ ક્ષણમાં સતત ધબકતો માણસ, 
સરળ સહજ થઈ સંતાડ્યુ તે આંસુભીનુ ક્રંદન, 
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. 
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન. 
કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, 
ગરબે અંબા રમતી, 
દેશવિદેશની વેબસાઈટમાં વિસ્તરતી ગુજરાતી, 
સમૂહજીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પન્દન, 
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. 
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન. 
સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે જાગી છે મહાજાતિ, 
જય જય જય જય જય જય જય જય બોલે હર ગુજરાતી..
- ભાગ્યેશ જહા 
॥ગરવી-ગુજરાત ।।

ગુજરાત મોરી મોરી રે


મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. 
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. 
                                                સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી, 
                                                        સમદરનાં મોતીની છોળે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. 
                                                      ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા, પાવાને ટોડલે મા’કાળી મૈયા, 
                                                           ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં, ગુજરાત મોરી મોરી રે. 
                                                 આંખની અમીમીટ ઊમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે ! 
                                                        હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. 
                                                  કોયલ ને મોરને મેઘમીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે, 
                                                    નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે, ગુજરાત મોરી મોરી રે. 
                                                નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, 
                                                       એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ? ગુજરાત મોરી મોરી રે. 
                                                         ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. 
                                                           મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.

                                                                -ઉમાશંકર જોશી 
                                                              ।। ગરવી-ગુજરાત ।।

31 July, 2019

ધરા છે આ મારી,


 - ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી, આ રણ મને પ્યારું છે, 
ખેતર છે શુ મા મારી ધન્ય હુ થઈ ગયો અહી જન્મ જે મારો થયો 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
એ વિશ્વનું દ્વાર છે, અહી સદા પ્યાર છે, તને નમુ લાખ વાર હુ ભૂમિ મારી, 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
અહી સેતુ કરાવ્યા પાર મે દરિયા પાર, 
ગુજરાતી હુ છુ મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, 
ગુજરાતી હુ છુ મારી રગરગ મા કરુણા, સેવા, સહકાર, 
ગુજરાતી હુ છુ હર આફત સામે ઊભોબની પડકાર, ગુજરાતી હુ છુ…. 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
પાંખના આ ફફડાટમા ગગન કહી રહ્યુ છે મને ખોલ તું, 
લક્ષ્યની પરે લક્ષ્ય આપણુ કહી રહ્યું છે હવે બોલ તું, 
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે, 
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે. 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનુ ઘરેણુ ગુજરાત ! 
એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીંએ એક નવી કાલ ને કેજે ખાસ છે, 
અંજલિમા સંકલ્પ છે અને આંખોમા વિશ્વાસ છે, 
મનમા કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે, 
હે જી રે…. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
 -'' દિલીપ રાવલ '' 
[ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલુ આ ગીત 
જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ દ્વારા લખાયુ છે. 
અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા એ.આર.રહેમાનની ધૂનથી તે શણગારાયુ 
અને કિર્તી સાગઠીયાનો કંઠ પામ્યું છે ] 
॥ ગરવી-ગુજરાત ।। 

જ્યા જ્યા વસે એક ગુજરાતી


*   જ્યા જ્યા વસે એક ગુજરાતી   * 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
જ્યા જ્યા બોલાતી ગુજરાતી ત્યા ત્યા ગુર્જરીની મહોલાત 
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યા ગુર્જરના વાસ 
સૂર્ય તણા કિરણો દોડે ત્યા સૂર્ય તણો જ પ્રકાશ 
જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત 
જંગલમા પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત 
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ 
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ 
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યા રહે ગરજી ગુર્જર માત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય 
સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય 
જય જય જન્મ સફળ ગુજરાતી 
જય જય ધન્ય અદલ ગુજરાત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 

- અરદેશર ફરામજી ''ખબરદાર'' 

।। ગરવી-ગુજરાત ।।