વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે…
વૈષ્ણવ જન સકળ લોક માં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે…
વૈષ્ણવ જન સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે…
વૈષ્ણવ જન મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમા રે.
રામ નામ શુ તાળી રે વાગી, સકળતિરથ તેના તનમા રે…
વૈષ્ણવ જન વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનુ દર્શન કરતા,કુળ ઈકોતેર તાર્યા રે…
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે
--------- --------------------------------------------------
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી !
સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે !
ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ ,
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે !
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે !
રહેવાને નથી ઝૂંપડુ, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે !
ગરથ મારું ગોપીંચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચુ નાણુ મારે શામળો….મારે મૂડીમા ઝાંઝ પખાજ રે !
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવુ નામ રે !
હૂંડી લાવો હાથમા, વળી આપુ પૂરા દામ,
રૂપિયા આપુ રોકડા….મારું શામળશા શેઠ એવુ નામ રે !
હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ,
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખા કામ રે !
------- -----------------------------------------------------
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકી માં ઘાલી, . ભોળી....
અનાથના નાથને વેચે આહીર ની નારી,
શેરી એ-શેરી એ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળી....
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી ;
વ્રજનારી ને સેજે જોતા મૂરછા લાગી,,...... ભોળી....
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકી મા દેખે....... ભોળી...
ગોવાલણી ના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી ;
દાસલડા ને લાડ લડાવે નરસૈંયા નો સ્વામી,....... ભોળી...
--------- -----------------------------------------
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહી રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે …
ભુતલ હરી ના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે …
ભુતલ ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે …
ભુતલ ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે …
ભુતલ એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે …
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમા નાહી રે,
--------------------------------------------------
આજની ઘડી તે રળિયામણી મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે …
આજની ઘડી તરિયા તોરણ તો બંધાવિયા મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે …
આજની ઘડી લીલુડા વાંસ વઢાવી એ મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ જી રે …
આજની ઘડી પૂરો સોહાગણ સાથિયો વ્હાલો આવે મલકતો હાથિયો જી રે….
આજની ઘડી જમુના ના જળ મંગાવીએ મારા વ્હાલાજીના ચરણ પખાળીએ જી રે …
આજની ઘડી સહુ સખીઓ મળીને વધાવીએ મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે …
આજની ઘડી તન મન ધન ઓવારીએ મારા વ્હાલાજીની આરતી ઉતારીએ જી રે …
આજની ઘડી રસ વાધ્યો અતિ મીઠડો મ્હેતા નરસિહનો સ્વામી દીઠડો જી રે …
આજની ઘડી તે રળિયામણી મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે …
-----------------------------------------------------------------------------
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડા શીંદ મોકલ્યા, કે મારો પીડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊચી મેડી તે મારા સંતની રે….
અડધા પેહર્યાં અડધા પાથર્યાં,અડધા ઉપર ઓઢાડ્યા રામ
ચારે છેડે ચારે જણા, તોયે ડગમગ થાયે રામ..... હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
---------------------------------------------------------------------
રામ સભામા અમે રમવાને ગ્યાં’તા પસલી ભરીને રસ પીધો,
હરિનો રસપુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે ત્રીજો પિયાલો મારા રોમે રામેવ્યોપ્યો
ચોથે પિયાલે થઈ ઘેલી રે …રામ સભામા
રસબસ થઇ રંગ રસિયા સાથે, વાત ન સુઝે બીજી વાટે રે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે તે મારા મંદિરીયામા મ્હાલે રે… રામ સભામા
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધા અખંડ સૌભાગી અમને કીધા રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી દાસી પરમ સુખ પામી રે … રામ સભામા
--------
અખિલ બ્રહ્માંડમા એક તુ શ્રીહરિ અખિલ બ્રહ્માંડમા એક તુ શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે; દેહમા દેવ તુ, તેજમા તત્વ તુ, શૂન્યમા શબ્દ થઇ વેદ વાસે …
અખિલ બ્રહ્માંડમા …
પવન તુ, પાણી તુ, ભૂમિ તુ ભૂધરા, વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે …
અખિલબ્રહ્માંડમા …
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે ;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનુ હેમ હોયે …
અખિલ બ્રહ્માંડમા …
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે ;
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એજ મન એમ સૂઝે…
અખિલ બ્રહ્માંડમા…
વૃક્ષમા બીજ તુ, બીજમા વૃક્ષ્ર તુ, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના, પ્રીત કરુ પ્રેમથી પ્રગટ થાશે …
અખિલ બ્રહ્માંડ મા..
--------------------------------------------------------------------
જળકમળ છાંડી જાને બાળા,
સ્વામી અમારો જાગશે -
જાગશે તને મારશે -
મને બાળ હત્યા લાગશે … જળકમળ...
કહે રે બાળક તુ મારગ ભૂલ્યો,
કે તારા વેરી એ વળાવીયો
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો,
અહીંયા તે શીદ આવીઓ … જળકમળ...
નથી નાગણ હુ મારગ ભૂલ્યો,
નથી મારા વેરી એ વળાવીયો,
મથુરા નગરી મા જુગટુ રમતા
નાગનુ શીશહુ હારીઓ … જળકમળ--
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યા તેમા તુ અળખામણો … જળકમળ--
મારી માતાએ બે જનમ્યા તેમા હુ નટવર નાનડો
જગાડ તારા નાગને મારુ નામ કૃષ્ણ કાનુડો … જળકમળ--
લાખ સવાનો મારો હાર આપુ,
આપુ હુ તુજને દોરીયો,
એટલુ મારા નાગથી છાનુ આપુ તુજને ચોરીઓ … જળકમળ--
શું કરુ નાગણ હાર તારો,
શું કરુ તારો દોરીયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમા ચોરીઓ …જળકમળ--
ચરણ ચાંપી મૂછ મરડી,
નાગણે નાગજગાડિયો,
ઉઠોને બળવંત કોઇ,
બારણે બાળક આવીયો … જળકમળ--
બેઉ બળિયા બાથે વળગ્યાં,
કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ--
નાગણ સૌ વિલાપ કરે જે,
નાગને બહુ દુ:ખ આપશે
મથુરા નગરી મા લઇ જશે,
પછી નાગનુ શીશ કાપશે … જળકમળ--
બેઉ કર જોડી વિનવે સ્વામી !
મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં,
ન ઓળખ્યા ભગવંતને … જળકમળ--
થાળ ભરીને નાગણે સર્વે,
મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી,
નાગણે નાગ છોડાવીયો … જળકમળ-- ----
----------- ----
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ એને ધ્યાવુ રે,
તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,મારા વૈષ્ણવ હોય ત્યા જાવુ રે ...
પ્રાણ થકી અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,
દુર્વાસા એ માનભંગ કીધો રે,મે મારુ અભિમાન તજીને,,
દશ વાર અવતાર લીધો રે ...
પ્રાણ થકી ગજને માટે હુ ગરુડે ચઢીં પળિયો;
મારા સેવકની સુધ લેવા રે,,
ઊંચ-નીચ હુ કાંઈ નવ જાણુ, મને ભજે તે મુજ જેવા રે ...
પ્રાણ થકી લક્ષ્મીજી અર્ધાંગના મારી,તે મારા સંતની દાસી રે,
અડસઠ તીંરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા, કોટિ કાશી રે ...
પ્રાણ થકી સંત ચાલે ત્યાં હુ આગળ ચાલુ,
સંત સૂએ તો હુ જાગુ રે,
જે મારા સંતની નિંદા કરે,તેને કુળ સહિત હુ ભાંગુ રે...
પ્રાણ થકી મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે, તે બંધન નવ તૂટે રે ...
પ્રાણ થકી બેઠો ગાવે ત્યાં હુ ઉભો સાંભળુ,
ઉભા ગાવે ત્યાં હુ નાચુ રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહી અળગો,
ભણે નરસૈયા સાચુ રે... પ્રાણ થકી ,......
---------------------------------------------
જાગી ને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમા અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ... જાગી ને --
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,અણુ અણુ માંહી રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષના જાણવા,થડ થકી ડાળ નવ હોય અળગી ... જાગી ને --
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનુ હેમ હોયે... જાગી ને --
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા રચીપ્રપંચ ચૌદ કીધા;
ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જતું' એને સમર્યાંથી કૈં સંત સીંધ્યા ... જાગી ને --
--------------- ---
જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા,
તમારે ઓશીકે મારા ચીર ચંપાયા.
પાસુ મરડો તો વહાલા ! ચીર લેઉ તાણી
સરખી-સમા ણી સૈયરો સાથે જાવુ છે પાણી;,
પંખીડા બોલે રે, વહાલા ! રજનીરહી થોડી
સેજલડી થી ઊઠો, વહાલા ! આળસડી મોડી.
સાદ પાડુ તો વ્હાલા ! લોકડિયા જાગે
અંગૂઠો મરડુ તો પગના ઘૂઘરા વાગે.
જેને જેવો ભાવ હોય તેને તેવુ થાયે,
નરસૈયાનો સ્વામી વિના રખે વહાણલુ વાયે.
--------------- ---
ધ્યાન ધર હરિતણુ, અલ્પમતિ આળસુ,
જે થકી જન્મના દુઃખ જાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરેમાયા
દેખાડીને મૃત્યુ વહાયે.
સકળ કલ્યાણ શ્રીંકૃષ્ણનાચરણ મ।,
શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તુ, મેલ મિથ્યા કરી,
કૃષ્ણનુ નામ તુ રાખ મોએ .પટક માયા પરી,
અટક ચરણે હરિ,વટક મા વાત સુણતા જ સાચી;
આશનુ ભવન આકાશ સુધી રચ્યું,
મૂઢ એ મૂળથી ભીત કાચી.
અંગ-જોબન ગયુ, પલિત પિંજર થયુ,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવુ;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
લીંબુ લહેકાવતા રાજ લેવુ.
સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શુ ઘણી,
અવર વેપાર નહી ભજન તોલે. -
-------------- ----
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમા નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;દેહીમાં દરસશે,
પ્રેમથી પરસશે,અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન ધર
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,ભાસશે ભૂમિ વ્રજ વન વેલીં;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીંડા કરે, નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન ધર
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરી શરણાઈમા બ્રહ્મ ગાજે ...ધ્યાન ધર
સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,દરસશે દેહીથી ભજન કરતા;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે કાપશે દુક્રિત। , ધ્યાન ધરતાં ...ધ્યાન ધર.
--------------- ----
નારાયણનુ નામ જ લેતા વારે,...તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવર ને ભજીયે રે.
કુળને તજીયે, કુટુંબને તજીયે,તજીયે મા ને બાપ રે;
ભગિની -સુત-દ ારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે ...
નારાયણનુ નામ પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયુ હરિનુ નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે...
નારાયણનુ નામ.ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમા તેનુ કાંઈયે ન ગયુ, પામી પદારથ ચાર રે ...
નારાયણનુ નામ.વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમા, મોહન સાથેમ્હાલી રે ... નારાયણનું નામ.
-'' નરસિહ મહેતા ''