03 August, 2019

નરસિહ મહેતા ના ભજનો







વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. 
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… 
વૈષ્ણવ જન સકળ લોક માં સહુને વંદે, નિંદા ન કરે કે’ની  રે. 
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની   રે… 
વૈષ્ણવ જન સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. 
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… 
વૈષ્ણવ જન મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમા  રે. 
રામ નામ શુ તાળી રે વાગી, સકળતિરથ તેના તનમા રે… 
વૈષ્ણવ જન વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા  રે. 
ભણે નરસૈયો તેનુ દર્શન કરતા,કુળ ઈકોતેર તાર્યા રે… 
વૈષ્ણવ જન  તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે
 --------- --------------------------------------------------

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, 
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી ! 
સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ, 
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે ! 
ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ , 
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે ! 
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર, 
નરસિહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે ! 
રહેવાને નથી ઝૂંપડુ, વળી જમવા નથી જુવાર, 
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે ! 
ગરથ મારું ગોપીંચન્દન, વળી તુલસી હેમનો હાર, 
સાચુ નાણુ મારે શામળો….મારે મૂડીમા ઝાંઝ પખાજ રે ! 
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર, 
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવુ નામ રે ! 
હૂંડી લાવો હાથમા, વળી આપુ પૂરા દામ, 
રૂપિયા આપુ રોકડા….મારું શામળશા શેઠ એવુ નામ રે ! 
હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ, 
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખા કામ રે ! 

------- -----------------------------------------------------

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; 
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકી માં ઘાલી,  . ભોળી.... 
અનાથના નાથને વેચે આહીર ની નારી, 
શેરી એ-શેરી એ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળી.... 
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી ; 
વ્રજનારી ને સેજે જોતા  મૂરછા લાગી,,...... ભોળી.... 
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે; 
ચૌદ લોકના નાથને કાંઈ મટુકી મા દેખે....... ભોળી... 
ગોવાલણી ના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી  ; 
દાસલડા ને લાડ લડાવે નરસૈંયા નો સ્વામી,....... ભોળી... 

--------- -----------------------------------------

ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહી રે, 
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે … 
ભુતલ હરી ના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે, 
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે … 
ભુતલ ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, 
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે … 
ભુતલ ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે, 
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી  રે … 
ભુતલ એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે, 
કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે … 
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમા નાહી રે, 

-------------------------------------------------- 

આજની ઘડી તે રળિયામણી મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે …
આજની ઘડી તરિયા તોરણ તો બંધાવિયા મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે … 
આજની ઘડી લીલુડા વાંસ વઢાવી એ મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ  જી રે … 
આજની ઘડી પૂરો સોહાગણ સાથિયો વ્હાલો આવે મલકતો હાથિયો જી રે…. 
આજની ઘડી જમુના ના જળ મંગાવીએ મારા વ્હાલાજીના ચરણ પખાળીએ જી રે … 
આજની ઘડી સહુ સખીઓ મળીને વધાવીએ મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે … 
આજની ઘડી તન મન ધન ઓવારીએ મારા વ્હાલાજીની આરતી ઉતારીએ  જી રે … 
આજની ઘડી રસ વાધ્યો અતિ મીઠડો મ્હેતા નરસિહનો સ્વામી દીઠડો જી રે … 
આજની ઘડી તે રળિયામણી મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે …

----------------------------------------------------------------------------- 

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. 
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. 
અમને તે તેડા શીંદ મોકલ્યા, કે મારો પીડ છે કાચો રામ, 
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ..  હો રામ.. 
ઊચી મેડી તે મારા સંતની રે…. 
અડધા પેહર્યાં અડધા પાથર્યાં,અડધા ઉપર ઓઢાડ્યા રામ 
ચારે છેડે ચારે જણા, તોયે ડગમગ થાયે રામ.....   હો રામ.. 
ઊંચી મેડી તે મારા સંતની રે…. 
નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ 
નરસિહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ..  હો રામ.. 
ઊંચી મેડી તે મારા સંતની રે…. 

--------------------------------------------------------------------- 

રામ સભામા અમે રમવાને ગ્યાં’તા પસલી ભરીને રસ પીધો, 
હરિનો રસપુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, 
બીજે પિયાલે રંગની હેલી રે ત્રીજો પિયાલો મારા રોમે રામેવ્યોપ્યો 
ચોથે પિયાલે થઈ ઘેલી રે …રામ સભામા 
રસબસ થઇ રંગ રસિયા સાથે, વાત ન સુઝે બીજી વાટે રે 
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે તે મારા મંદિરીયામા મ્હાલે રે… રામ સભામા 
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધા અખંડ સૌભાગી અમને કીધા રે 
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી દાસી પરમ સુખ પામી રે … રામ સભામા 

-------- 

અખિલ બ્રહ્માંડમા એક તુ શ્રીહરિ અખિલ બ્રહ્માંડમા એક તુ શ્રીહરિ, 
જુજવે રૂપ અનંત ભાસે; દેહમા દેવ તુ, તેજમા તત્વ તુ, શૂન્યમા શબ્દ થઇ વેદ વાસે … 
અખિલ બ્રહ્માંડમા … 
પવન તુ, પાણી તુ, ભૂમિ તુ ભૂધરા, વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે; 
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે … 
અખિલબ્રહ્માંડમા … 
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે ; 
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનુ હેમ હોયે … 
અખિલ બ્રહ્માંડમા … 
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે ; 
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એજ મન એમ સૂઝે… 
અખિલ બ્રહ્માંડમા… 
વૃક્ષમા બીજ તુ, બીજમા વૃક્ષ્ર તુ, જોઉં પટંતરો એ જ પાસે; 
ભણે નરસૈયો એ જ મન તણી શોધના, પ્રીત કરુ પ્રેમથી પ્રગટ થાશે … 
અખિલ બ્રહ્માંડ મા.. 

--------------------------------------------------------------------

જળકમળ છાંડી જાને બાળા, 
સ્વામી અમારો જાગશે -
જાગશે તને મારશે -
મને બાળ હત્યા લાગશે … જળકમળ... 
કહે રે બાળક તુ મારગ ભૂલ્યો, 
કે તારા વેરી એ વળાવીયો 
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, 
અહીંયા તે શીદ આવીઓ … જળકમળ... 
નથી નાગણ હુ મારગ ભૂલ્યો, 
નથી મારા વેરી એ વળાવીયો, 
મથુરા નગરી મા જુગટુ રમતા 
નાગનુ શીશહુ હારીઓ … જળકમળ-- 
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો, 
તારી માતાએ કેટલા જનમ્યા તેમા તુ અળખામણો … જળકમળ--
મારી માતાએ બે જનમ્યા તેમા હુ નટવર નાનડો 
જગાડ તારા નાગને મારુ નામ કૃષ્ણ કાનુડો … જળકમળ-- 
લાખ સવાનો મારો હાર આપુ, 
આપુ હુ તુજને દોરીયો, 
એટલુ મારા નાગથી છાનુ આપુ તુજને ચોરીઓ … જળકમળ-- 
શું કરુ નાગણ હાર તારો, 
શું કરુ તારો દોરીયો, 
શાને કાજે નાગણ તારે કરવી ઘરમા ચોરીઓ …જળકમળ-- 
ચરણ ચાંપી મૂછ મરડી, 
નાગણે નાગજગાડિયો, 
ઉઠોને બળવંત કોઇ, 
બારણે બાળક આવીયો … જળકમળ-- 
બેઉ બળિયા બાથે વળગ્યાં, 
કૃષ્ણે કાળીનાગ નાથિયો, 
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ-- 
નાગણ સૌ વિલાપ કરે જે, 
નાગને બહુ દુ:ખ આપશે 
મથુરા નગરી મા લઇ જશે, 
પછી નાગનુ શીશ કાપશે … જળકમળ-- 
બેઉ કર જોડી વિનવે સ્વામી ! 
મુકો અમારા કંથને, 
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, 
ન ઓળખ્યા ભગવંતને … જળકમળ-- 
થાળ ભરીને નાગણે સર્વે, 
મોતીડે કૃષ્ણ વધાવિયો, 
નરસૈંયાના નાથ પાસેથી, 
નાગણે નાગ છોડાવીયો … જળકમળ-- ----

----------- ---- 

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ એને ધ્યાવુ રે,
તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,મારા વૈષ્ણવ હોય ત્યા જાવુ રે ... 
પ્રાણ થકી અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,
દુર્વાસા એ માનભંગ કીધો રે,મે મારુ અભિમાન તજીને,,
દશ વાર અવતાર લીધો રે ...
પ્રાણ થકી ગજને માટે હુ ગરુડે ચઢીં પળિયો; 
મારા સેવકની સુધ લેવા રે,,
ઊંચ-નીચ હુ કાંઈ નવ જાણુ, મને ભજે તે મુજ જેવા રે ... 
પ્રાણ થકી લક્ષ્મીજી અર્ધાંગના મારી,તે મારા સંતની દાસી રે,
અડસઠ તીંરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા, કોટિ કાશી રે ... 
પ્રાણ થકી સંત ચાલે ત્યાં હુ આગળ ચાલુ,
સંત સૂએ તો હુ જાગુ રે,
જે મારા સંતની નિંદા કરે,તેને કુળ સહિત હુ ભાંગુ રે...
પ્રાણ થકી મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે, તે બંધન નવ તૂટે રે ...
પ્રાણ થકી બેઠો ગાવે ત્યાં હુ ઉભો સાંભળુ, 
ઉભા ગાવે ત્યાં હુ નાચુ રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહી અળગો,
ભણે નરસૈયા સાચુ રે... પ્રાણ થકી ,......

---------------------------------------------

જાગી ને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમા અટપટા ભોગ ભાસે; 
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં  કરે બ્રહ્મ પાસે ... જાગી ને -- 
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,અણુ અણુ માંહી રહ્યાં રે વળગી;  
ફૂલ ને ફળ તે તો વૃક્ષના જાણવા,થડ થકી ડાળ નવ હોય અળગી ... જાગી ને -- 
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનુ હેમ હોયે... જાગી ને -- 
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા રચીપ્રપંચ ચૌદ કીધા;
ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જતું'  એને સમર્યાંથી  કૈં સંત સીંધ્યા ... જાગી ને -- 

--------------- --- 

જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા,
તમારે ઓશીકે મારા ચીર ચંપાયા.
પાસુ મરડો તો વહાલા ! ચીર લેઉ તાણી
સરખી-સમા ણી  સૈયરો સાથે જાવુ છે પાણી;,
પંખીડા બોલે રે, વહાલા ! રજનીરહી થોડી
સેજલડી થી  ઊઠો, વહાલા ! સડી મોડી.
સાદ પાડુ તો વ્હાલા !  લોકડિયા જાગે 
અંગૂઠો મરડુ તો પગના ઘૂઘરા વાગે. 
જેને જેવો ભાવ હોય તેને તેવુ થાયે,
નરસૈયાનો સ્વામી વિના રખે વહાણલુ વાયે.

 --------------- --- 

ધ્યાન ધર હરિતણુ, અલ્પમતિ આળસુ,
જે થકી જન્મના દુઃખ જાયે; 
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરેમાયા 
દેખાડીને મૃત્યુ વહાયે. 
સકળ કલ્યાણ શ્રીંકૃષ્ણનાચરણ મ।,
શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તુ, મેલ મિથ્યા કરી,
કૃષ્ણનુ નામ તુ રાખ મોએ .પટક માયા પરી, 
અટક ચરણે હરિ,વટક મા વાત સુણતા જ સાચી;
આશનુ ભવન આકાશ સુધી રચ્યું,
મૂઢ એ મૂળથી ભીત કાચી.
અંગ-જોબન ગયુ, પલિત પિંજર થયુ,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવુ;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
લીંબુ લહેકાવતા રાજ લેવુ.
સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા, 
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શુ ઘણી,
અવર વેપાર નહી ભજન તોલે. -
-------------- ---- 
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમા નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;દેહીમાં દરસશે, 
પ્રેમથી પરસશે,અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન ધર
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,ભાસશે ભૂમિ વ્રજ વન વેલીં; 
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીંડા કરે, નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન ધર
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરી શરણાઈમા બ્રહ્મ ગાજે ...ધ્યાન ધર
સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,દરસશે દેહીથી ભજન કરતા; 
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે કાપશે દુક્રિત। , ધ્યાન ધરતાં ...ધ્યાન ધર.
 --------------- ----
 નારાયણનુ નામ જ લેતા વારે,...તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવર ને ભજીયે રે.
કુળને તજીયે, કુટુંબને તજીયે,તજીયે મા ને બાપ રે;
ભગિની -સુત-દ ારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે ... 
નારાયણનુ નામ પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયુ હરિનુ નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે... 
નારાયણનુ નામ.ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે; 
તેમા તેનુ કાંઈયે ન ગયુ, પામી પદારથ ચાર રે ...
નારાયણનુ નામ.વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે; 
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમા, મોહન સાથેમ્હાલી રે ... નારાયણનું નામ. 

-'' નરસિહ મહેતા ''

02 August, 2019

ઘોડા નુ દાન - ચાંપરાજ વાળો










દિલ્લી ની મોગલ સલ્તનત ગુજરાત સર કરીને જેતપુર પર ચડાઇ કરે છે ,
ત્યારે વિર એભલ વાળા નો પુત્ર ચાંપરાજ વાળો જેતપુર નો રાજા .
 દિલ્લી ની સમઃદર સમી ફોજ સામે લડે છે , 
ચાંપરાજ ના યુદ્ધ થી મુસલમાન સુરમાઓ ત્રાસી ગયા , 
ચાંપરાજ નુ સીર કપાયુ અને ધડ ધીંગાણે ચડીયુ , 
ફોજ ને પાછળ ધકેલ તુ નશાડ તુ ધડ ફોજ ને ઠેઠ લાઠી સુધી હાંકી ગયુ .
ત્યા જઇને ધડ ઢળી પડીયુ . 
ચાંપરાજ ની ખાંભી લાઠી ને ટીંબે હજુ ઊભી છે . 
ચાંપરાજ નુ યુદ્ધ જોઇ દિલ્લી ના બાદશાહ ને હૈયા માં ફડકો બેસી ગયો .
 '' બાદશાહે પતગરીયા નૈ, પોહપ પાછા જાય ચાંપો છાબામાંય , ઊઠે એભલરાઉત '' 
બાદશાહ પાસે પ્રભાતે માલણ ફુલછાબ લઇ ને ફુલો દેવા ગય , 
બાદશાહે પુછીયુ શે ના ફુલો છે ? માલણ કહે છે . ચંપો ! 
ચંપો સાંભળતાજ બાદશાહ ચમકી જાય છે . 
એને લાગે છે કે ચાંપરાજ છાબડી માંથી ઊઠશે ! 
ચાંપરાજ પોતાનો ઘોડો ગઢવી ને દાન આપવા નુ કહી ગયેલ હતો . 
એભલ વાળો ગઢવી ને ઘોડો દાન માં આપે છે . 
પણ ગઢવી જીદ કરે છે કે ચાંપરાજ ઘોડા નુ દાન આપે તોજ લવ . 
તયારે ચાંપરાજ પ્રેત બની ને આવે છે અને પોતાના હાથે ઘોડા નુ દાન કરે છે .
 '' કમણ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધા દાન . વાળા ! એ વિઘાન , ચાંપા ! કેને ચડાવી એ ? ''

 * મારવાડ નો ચારણ જેતપુર આવીને એભલ વાળા પાસે વચન માંગે છે . 
એભલ વાળો વચને બંધાય છે .જે માગો તે આપુ .
ચારણ કહે બાપ તમને પોતાનેજ માંગુ છુ ! . 
એભલ વાળો કહે હુ તો બુઢઢો છુ : મને લઇ ને શુ કરવાના ? 
ચારણે માગણી બદલી નહી એટલે એભલ વાળો ચાંપરાજ ના દિકરાને રાજપાટ સોપી ચારણ સાથે ચાલી નીકળીયા . 
પણ ચારણ ની આ વિચિત્ર માંગણી એભલ વાળા ને સમઝાતી નથી તે ચારણ ને પુછે છે 
તમને હુ શુ કામ આવીશ ? 
ચારણ જવાબ આપે છે કે 
બાપ મારવાડ માં તેડી જઇ ને મારે તમને પરણાવવાં છે . 
એભલ વાળો કહે આટલી ઉમરે મને પરણાવવાં નુ કારણ ? 
ચારણ કહે : મારે મારવાડ મા ચાંપરાજ વાળા ની જરૂર છે . 
મારે મારવાડ મા ચાંપરાજ જેવો વીર નર જન્માવવો છે . 
એભલ કહે : ચારણ તારી મારવાડ મા ચાંપરાજ ની મા મીંણલદેવી જેવી કોઇ જડશે ? 
ચાંપરાજ કોના પેટે અવતરશે ? 
ચારણે સત્બદ્ધ થઇ ને પુછીયુ '' કેવી માં ?'' 
એભલ વાળો  કહે સાંભળ ત્યારે .
 જે વખતે ચાંપરાજ માત્ર છ મહીના નુ બાળક હતો તે વખતે હુ 
એક દિવસ રાણીવાસ મા ગયો તો પારણા મા ચાંપરાજ સૂતો સૂતો રમે છે . 
એની માં સાથે વાત કરતા કરતા મારાથી જરાક આડપલુ થઇ ગયુ , 
મીણલદે બોલી હાં હાં ચાંપરાજ દેખે છે, હાં ! 
મે કહ્યુ જા રે ચાંપરાજ છ મહીના નુ બાળક શુ સમજે ? 
હુ એટલુ કહુ ત્યાતો ચાંપરાજ પડખુ ફેરવીને બીજી બાજુ જોઇ ગયો ! 
હુ તો રાણીવાસ માથી આવતો રહીયો પણ પાછળ થી એ શરમ ને લીધે ચાંપરાજ ની  માં એ એફીણ પીને આપઘાત કર્યો . 
કહો ચારણ આવી સતી મારવાડ મા મળશે તો ચાંપરાજ અવતરસે 
ચારણે નિરાસ થઇ ને કહીયુ : ' ના બાપુ ' બસ ત્યારે તંમ તમારે જાવ પાછા જેતપુર . 
'' ચાંપો પોઢયો પારણે , એભલ અળવ્ય કરે . મૂઇ મિણલદે , સોલંકણ સામે પગે .''

-''   ઝવેરચંદ મેઘાણી  ''

ગુજરાત ના દાતારી ના ઇતીહાસ મા ગર્વ લેવા જેવી વાત છે , 
દુનીયા મા કોઇ પણ ઇતીહાસ મા આવી દાતારી ની ઘટના અંકીત નહી હોય . 
એક ચાંપરાજ વાળો તેના મૃત્યુ પછી ગઢવી ને ઘોડા નુ દાન આપવા આવે છે . 
અને બીજા સાંગાજી ગોડ તેના મૃત્યુ પછી ઇશરદાન ગઢવી ને કામળી નુ દાન આપવા આવે છે . 
મૃત્યુ પછી પણ દાન આપે એવી દાતારી ની ગુજરાત ની ઇતીહાસીક ઘટના .

ધૂંધળીનાથ અને સિધનાથ













**  ઢાંક ** 
ઘૂંધો જાતનો કોળી વાંસાવડ બાજુનો રહેવાસી. ધૂંધા ને તો રાત ને દિ ગીરનાર નુ ધ્યાન લાગ્યુ . 
એ ગીરનાર જઇને ધૂણી ધખાવી તપસીયા સરૂ કરી . 
બાર વર્ષ પછી ગીરનાર ની ગુફા માંથી ગેબન શબ્દ સંભળાયો કે : ધૂધળીનાથ ! ધૂધળીનાથ 
નવ નાથ ભેળો દશ મો નાથ તુ ધૂધો . 
આહ:લેક શબ્દ ની સાથે ગુરૂદતે નવ નાથ ને હાજર કર્યા . 
મછેન્દરનાથ ,જલંધર નાથ , શાંતિનાથ . આપણી જમાત મા નવો સિદ્ધ આવ્યો છે . 
તમારા ચલમ સાફી એને આપો ,ધૂધળીનાથ ને ચલમ આપી પણ સાફી આપતા કચવાણા . 
અને કહીયુ : ધૂંધો નાથ ખરો પણ એનુ દુધ હલકુ છે માટે વધારે સુદ્ધિ કરે . 
ધૂંધળીનાથે આબુ ફરી બાર વર્ષ તપ કરી ચોરાસી સીંદ્ધો ની પંગતમા સ્થાન કર્યુ . 
પછી બધાએ સાથે મળી એક સાફી એ ચલમ પીધી . 
ધૂંધળીનાથ ધૂમતા ધૂમતા ચિતોડગઢ આવ્યા .
 ચિતોડ ના રાણા ને સવાશેર માટી ની ખોટ . 
ધૂંધળીનાથે ધ્યાન કર્યુ . 
રાણા ના નશીબ મા બે દિકરા એક જોગી એક રાજા એણે કહીયુ : 
રાણાજી ! બાર વર્ષે પાછો આવીશ ત્યારે બે કુવર તારે ઘેર રમતા હશે .
એમાથી એક તારો ને એક મારો તૈયાર રાખજે. તે દિ આંસુ પાડવા બેસીસ મા .
 બાર વરસ જાતા શી વાર ! 
જોગી આવી પહોચીયા .
માતાપિતા ની હાજરી મા બાળક ને ભેખ દીધો અને ચાલી નિકળીયા . 
આ ચેલા નુ નામ સિધનાથ. 
એ પ્રેહપાટણ આવી ત્યા ના ડુંગર મા ધૂધળીનાથે બાર વરસ સમાધી લગાવી . 
ચેલા ઓ નગરી મા ઝોળી ફેરવે છે પણ કોઇ ચપટી લોટ દેતુ નથી . 
ચેલા ઓએ કુહાડા લય લાકડા કાપી ગુજરાન કર્યુ . 
બીજા ચેલા તો આવી દયાવિહોણી નગરી છોડી ચાલ્યા ગયા . 
સિધનાથે લાકડા કાપી બાર વરસ વિતાવ્યા .
ધૂધળીનાથે આંખ ખલી આશ્રમ નિહાળીયો બધા ચેલા માંથી એક સિધનાથ ને હાજર જોયો . 
તેને ધ્યાન કરી બાર વરસ મા શુ બિના બનીતી તે જાણી ગુસ્સો આવી ગયો . 
તેની આંખ માંથી ધૂમાડો નિકળવા મંડીયો રાજકુમાર સિધનાથ નુ દુ:ખ તેનાથી જોવાયુ નહી . 
તેણે પ્રેહપાટણ ને પલટાવ્યુ . હાથ માં ખપ્પર ઉપાડીયુ , 
ઓ ધરતી મૈયા પટ્ટણ સો દટ્ટણ ! અને માયા સો મિટ્ટીં ! એમ કહી ખપ્પર ઊધુ વાળીયુ .
પ્રેહપાટણ નગરી પૃથ્વી ના પેટાળ મા દટાઇ ગઇ . 
તે દિ એક નગરી નહી પણ ચોરાસી પાદર ધૂધળી નાથે પતાર મા ઉતાર્યા .
લાવા બહાર નિકળી આવ્યો લાવા ના સ્પર્સ થી માનવી ધૂળ અને પથ્થર બની ગયા .
 કુભારણ ભાગતી જાતી હતી પણ પ્રલયે , એ મા અને દિકરા ને પહોચી ગયો અને તે ત્યાં ને ત્યાં પાણકા બની ગયા .
એ હજી ઊભા ઢાંક ને સિમાડે . 
નવ નાથ અને ચોરાસી સિદ્ધો એ ધૂધળીનાથ ની ચલમ સાફી બંધ કરી . 
અડતાલીસ વરસ ની તપસીયા બાળી ને ધૂધળીનાથ ફરી ગીરનાર જઇ સમાધી લગાવી . 
સિધનાથ ત્યાજ રોકાય છે . 
ગુરૂ એ ઉથાપીયુ તે હુ વસાવુ તો જ હુ સિધનાથ સાચો . 
થોડા દિવસો પછી સિધનાથ એ ધૂળ ની નગરી મા બે સજીવ માણસ જોઇ તેને પોતાની પાસે બોલાવી પુછે છે કે તમે કોણ છો ?
 હુ આ અભાગી નગરી ની રાજ રાણી આ મારો દિકરો નાગાજણ જેઠવો . 
તમે કઇ રીતે બચીયા ? 
હુ અને કુવર મારે પિયર તળાજે ગયા હતા .
સિધનાથ : નાગાજણ હુ તારી જ વાટ જોતો હતો . 
મારી દુવા છે - જેસો લંકેશ તેસો ઢંકેશ , દુશ્મન માર વસાવ દેશ . 
ઢંકાયેલા પ્રેહપાટણ ઉપર ઢાંક નગર વસાવ્યુ . 
નાગાજણ કહે ઢાંક લંકા સમી સોના ની કરી આપો .
 સિધનાથે મંગીપુર ના રાજા શાલીવાહન ગોહીલ ને ઘર સોનબાઇ જે તેના હાથે ગાર લીંપે તેટલી તેની લીંપેલી ગાર સોનાની થઇ જાઇ . સિઘનાથે સોનબાઇ ને બોલાવી . 
એ દેવી જેટલી ગાર કરે તે સોનુ થઇ જાય છે . 
ઢાંક સોના ની બની . 
નાગાજણે સોનબેન ને કાપડુ માગવા કહીંયુ સોન કહે ટાણે માગીસ . 
ઢાંક મા છત્રીસ કનક કોટ છે ,
સિધનાથે જેઠવા કુળ ની ભવિષ્યવાણી ભાખી .નાગાજણ ની રજા લઇ નિકળી ગયો . 
શાલીવાહન જાણ થતા તે સોના ની નગરી લુટવા ફોજ લઇ આવી પહોચીયો 
પણ ઢાક નો ગઢ તેનાથી તુટતો નથી . 
શાલીવાહન રાજા નો ચારણ ઢાંક માં જાઇ છે . 
આગલા સમય મા ચારણ સાધુ ને ગમે તેવુ યુદ્ધ હોય તો પણ રોકતુ નહી . 
આ ચારણ નાગાજણ નુ માથુ માંગે છે 
નાગાજણ ચારણ ને માથુ આપતા કહે છે કે આ ગઢ અભેદ છે 
તે માથુ ન માગીયુ હોત તો હુ આ ગઢ બહાર યુદ્ધ કરવા જાત નહી અને કાયર કહેવાત 
મારુ મસ્તક તમ ને આપી પછી મારુ ઘડ લડશે . 
માથું કાપી નાગાજણ નુ ઘડ બે હાથ મા તરવાર લઇ હજારો સૈનીકો ને મારતુ શાલીવાહન પાછળ દોડયુ છે 
ત્યાતો સોન રાણી આડા ફરી સાડીનો છેડો લંબાવી કાપડા મા શાલીવાહન ની જીદગી માગે છે . 
ત્યારે ઘડ ત્યા પડી જાઇ છે . સિધનાથ ત્યાં આવી નાગાજણ ના ઘડ પાસે સમાધી લે છે . -

'' ઝવેરચંદ મેઘાણી ''

કવિ ઇશરદાન ગઢવી - સાંગો ગોડ



** કવિ ઇશરદાન ગઢવી ** - 

 આ ગામ નુ નામ શુ ભાઇ ?
 ''નાગડચાળુ'' કયાં રેવુ ? 
રે વુ તો મારવાડ મા,  હિંગળાજ દ્વારકા ની જાત્રાએ નિકળેલ છુ , અહી રાત વાસો રેવુ છે, કોઇ રાજપુત નુ ખોરડુ છે અહી ?..
હા હા સાંગાડા ગોડ ની ધીંગી ડેલી છે ને ગઢવી !.. ગામ નો કોટવાલ એમ કહી ને અંધારા મા સરી જાઇ છે
અને મન માં વિચારે છે મારો બેટો સાંગો મારા કોટવાલ ના વાછરડા ચારવાની કોરી માગી હતી. 
સાંગો શું ચુલા ની ધૂળ ખવડાવ સે ! ભલે તયે સાંગા ની ફજેતી થાતી.. 
ગઢવી કહે છે , સાંગાડા ગોડ ની ડેલી ક્યાં ? સાંગડો આવીને કહે હુ સાંગડો છુ . ડેલી તો નથી મારો કૂબો છે . 
ગઢવી : ડેલી હોય કે કૂબો મારે તો રાજપૂત ના ઘર રાતવાસો કરવો છે . તો આવો પધારો ગઢવી . 
બુઢઢી માં પડોશ માં થી ઘી તેલ ખાંડ લયાવી વાળુ રાંઘીયા .
ત્યા તો સાંગડા ને ઓળખાણ પડી કે ગઢવી તો ભાદ્રેસ ગામ ના કવિ ઇસરદાનજી પોતેજ છે , 
જેને કચ્છ કાઠીયાવાડ મરુઘર દેશ ના માનવી '' ઇસરા પરમેસરા '' નામ થી ઓળખે છે . 
પછી તો ભોળો સાંગો વાતુ એ ચડે છે 
કવિરાજ લોકો કહે છે તમે જોગમાયા જેવી પત્ની ને ઠાકરીયો વિંછી કરડાવ્યો ને મોત કરાવ્યુ !
ગઢવી કહે જગત ચાહે તેમ ભાખે ! બાપ સાંગા જુવાની , હસવા માથી હાણ્ય થઇ ગઇ . 
ચારણ્યે મને વીંછી કરડીયા ની બળતરા થાતી દેખી મેણુ દીધુ . 
મે એને પારકાની વેદના નો આત્મ-અનુભવ કરાવવા સારૂ વીંછી લાવી કરડાવ્યો . 
ચારણીનો જીવ નીકળી ગયો . . 
હે દેવ આઇ પાછા જામનગર માં અવતરી ને આપને મળી ગયા એ વાત સાચી ? .
ભાઇ ઇશ્વર જાણે ચારણી એની એજ હશેકે નહી . મને તો એજ મોઢું દેખાણુ . 
મને સોણલે આવતી તી ચારણી .. દેવ ! 
પીંતામ્બર ગુરૂ ની તમે ખડગ લઇ ને હત્યા કરવા દોડેલા ને પછી પગ માં પડી ગયા . એ શી વાત હતી ? . 
સાંગા હુ પ્રથમ વખત જામનગર રાવળ જામ ની કચેરી માં આવ્યો . 
રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો .
 એ કાવ્ય માં મે મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી. રાવળજામ ની છાતી ફાટતી હતી , 
પણ રાવળજામ હર વખત પીતામ્બર ગુરૂ ની સામે જુએ અને ગુરૂજી દરેક વખતે મારા કાવ્ય ને અવગણતા માથુ હલાવે ,
એ દેખી દરબાર ની મોજ પાછી વળી જાય , મારા લાખો ના દાન નો કોડ ભાંગી પડે . 
મને કાળ ચડીયો એક દી હુ તેને ઠાર કરવા તરવાર લઇ એને ઘેર ગયો 
ગુરૂ ગોરાણી સાથે વાત કરતા હતા . ગોરાણી દરબાર માં એક મરૂધર નો ચારણ આવેલ છે .
એના કાવ્ય છંદ ના શુ વખાણ કરૂ ! પણ હાય રે હાય ! એવો રિદ્ધિવંત જુવાન કવિતા ને મૃત્યુ લોક ના માનવી ઉપર ઢોળે છે . 
લક્ષ્મી ની લાલચે રાજાના ગુણ ગાનમા વાપરે છે ,
એ દેખી ને મારો આત્મા ઘવાય છે . ઓ હો હો આ વાણી જો ઇશ્વર ગુણગાન માં વળે તો ચોરાસી ના ફેરા પતી જાઇ . 
પ્રભુ ભક્તિ ની પરમ કવિતા ઓ રચાય . 
એના કાવ્ય થી તો રાવળજામ ની છાતી ફાટે છે પણ હુ અસંતોષ થી ડોકુ ધૂણાવુ છુ તેથી રાજા ની મોજ મારી જાય છે . 
ને જુવાન ચારણ તો મને પોતાનો દુશ્મન માનતો હશે . 
પણ ગોરાણી ! મારા મનની કોણ જાણે ? હુ તો આવી રચના ને અધમ રાજસ્તુતિ માંથી કાઢી ઇશ્વર ભક્તિ માં વાળવા મથુ છુ . 
પીતામ્બર ગુરૂ નુ આવુ કથન સાંભળ તા હુ ન રહી શક્યો 
તુલસી ની મંજરીયાળી ઘટાણા થી બહાર નિકળી ને તરવાર પીતામ્બર ગુરૂ ને ચરણે ધરી એમના ખોળા માં માથુ ઢાળીંયુ . 
અને તે દિવસ થી રાજસ્તુતિને છોડી હરી ભક્તિ આદરી . 
મારા '' હરીંરસ '' ગ્રંથ ના પ્રથમ દોહા માજ મે ગાયુ કે -
'' લાગા હું પહેલો લળે , પીતાંમ્બર ગુરૂ પાય , ભેદ મહારસ ભાગવત , પાચો જેણ પસાય''. 
ત્યાં તો માએ વાળુ પીરસ્યુ . સાંગા એ પોતાની ઊન ની કામળી પાથરી ને ઇસરદાસજી ને તેની ઉપર બેસાડીયા . 
કવિ ને તો રાજથાળી કરતા પણ વધુ મીઠી લાગી સાંગા ની મહેમાની .
જમીને ઇસરદાનજી એ કહયુ , ભાઇ મારે એક નીમ છે કે એક વરસ માં ફકત એકજ વાર દાન લેવુ . 
આજ તારી પાસે હાથ લાંબો કરુછુ . 
માગો દેવ ! અહો ભાગ્ય મારા તમને હુ આપી શકુ. માગો ! 
ફકત તારી આ ઊનની કામળી દે. આ કામળી ઉપર બેસીને હુ ઇશ્વર ની પૂજા કરીશ . 
ભલે બાપુ ! પણ મને એક વચન આપો , વચન છે . હું વિનવુ છુ કે જાત્રા થી પાછા વળો ત્યારે અહી પધારો .
 હું આપના માટે એક નવી કામળી બનાવી રાખીશ આ તો જુની થઇ ગઇ છે . 
ઇસરદાન વચન આપી ને ચાલી નીકળીયા . 
સાંગા એ કામળી ની ઊન કાંતવા માંડી . 
એક દિવસ મુસળધર મેં વરસવા લાગીયો . 
ગામ ની નદી બેઇ કાઠે વહી જાય છે . 
સાંગો પાણી ઉતરવાની રાહ જોય સામા કાંઠે બેઠો છે . 
સાંજ થયે હવે બહુ તાણ નહી રહીંયુ હોઇ . 
એમ વિચારી વાછરડા ને પાણી મા ઉતારીયા અને પોતે પણ એક વાછરડાનુ પૂછડુ ઝાલી ને નદી પાર કરે છે 
પણ મધવહેણે વાછરડો લથડીયો,
સાંગો તણાયો . નદી કાઠે ઉભેલા લોકો તણાયો તણાયો એવા સાદ કરે છે .
પાણી મા ડબકા ખાતો ખાતો સાંગો કહે છે કે મારી માં ને કહેજો કે કવિરાજ આવે તેને કામળી દેવાનુ ન ભુલે.. 
માને એટલો સંદેશ મોકલી ને સાંગો પાણી માં અલોપ થઇ ગયો .
થોડે દિવસે ઇસરદાન આવી પહોચીયા. ડોસી એ પોતાની પાપણો લુછી ને કવિરાજ ને જમાડીયા .
ઇસરદાને પુછયુ સાંગો ક્યાં ? 
સાંગો તો ગામતરે ગયો છે. તમે જમી લ્યો . ઇસરદાન ડોસી ના અંતર ના આંસુ દેખી ગયા. 
સાંગા વિના ખાવુ નથી . સાંગા ને તો નદી તાણી ગઇ. રાજપૂત નો દીકરો દીધે વચને જાય ? 
હા પણ જાતા જાતા તમારી કામળી દેવાનુ સંભારતો ગયો છે. 
ડુબતા ડુબતા પણ કામળી દેવાની ઝંખના કરતો તો . 
સાંગા ના હાથથી જ કામળી ન લઉ તો હુ ચારણ નહી. 
ચાલો બતાવો ક્યા ડુબીયો સાંગો . 
ડોસી ને કવી બંન્ને નદી કાઠે ગયા . 
ઇસરદાનજી સાંગા ને બોલાવે છે .
સાંગા બાપ સાંગા કામળી દેવા હાલ્ય ! કવિ સાંગા ને સાદ કરીયે જાય છે.
જળ ડુબતે જાય , સાદ જ સાંગરી એ દિયા , કહેજો મોરી માય , કવિ ને દિજો કામળી . 
નદીઆ વેળુ નાગ : સાદ જ સાંગરીએ દિયા , 
તોશો કાંઇ ત્યાગ , મન જો જો માઢવ તણું . સાંગરીએ દીધા શબ્દ , 
વહેતે નદપાણી . દેજો ઇસરદાસ ને , કામળી સહેલાણી . 
દીધારી દેવળ ચડે , મત કોઇ રીસ કરે જળ ડુબતે જાય , 
સાદ જ સાંગરી એ દિયા , કહેજો મોરી માય , કવિ ને દિજો કામળી . 
નદીઆ વેળુ નાગ : સાદ જ સાંગરીએ દિયા , 
તોશો કાંઇ ત્યાગ , મન જો જો માઢવ તણુ . સાંગરીએ દીધા શબ્દ , 
વહેતે નદપાણી . દેજો ઇસરદાસ ને , કામળી સહેલાણી . 
દીધારી દેવળ ચડે , મત કોઇ રીસ કરે , નાગડચાળા ઠાકરા , 
સાંગો ગોડ સરે . કવિ ને ગાંડો માની ડોશી હસતી જાય છે . 
ત્યાં તો નદી માં પૂર ચડીયુ , 
સાંગા કામળી દેવા હાલ હરી ની પૂજા ને મોડુ થાય છે હો . 
આવુ છુ દેવ ! આવુ છુ ! આઘે થી એવો અવાજ આવ્યો ! 
આવુ છુ દેવ ! આવુ છુ ! 
વાછરડા નુ પૂછડુ ઝાલી ને સાંગો નદી માં હાલીયો આવે છે .
નદી ની બહાર આવી સાંગા એ માતા ના હાથ માં હતી તે  કામળી
પોતાના હાથે કુતેલી સુદર મજાની ભાતીયુ પાડેલી નવી કામળી લય 
ચારણ ને હાથો હાથ કામળી સમર્પી ને સાંગો ફરી વાર મોજા મા સમાયો ...

: -''    ઝવેરચંદ મેઘાણી  '' 

*** દાદવા-ઇસરદાન *** 
ઇસરદાન દ્વારકાધીશ સિવાય કોય ને બિરદાવતા દુઆ ન કહેવાના ના નીમ લીધેલ છે. 
સોરઠ ના બાલગામ ની સીમ માં ઇસરદાન લુટાયા . 
મદદ માટે ગામ માં ગયા તો ગામ લોકો એ દાદવા મુસલમાન ની ડેલી ચિંધાડી . 
દાદવો કંગાળ કટકો જમીન ખેડી ગુજારો કરે. 
પણ તે ચોરની વારે જઇ લુટનોમાલ પાછો લઇ આવ્યા 
ઇસરદાને જોયુ કે મુસલમાન ને રૂદીયે રામ વસીયા છે 
ત્યારે કહ્યું- ચોખાં જેના ચિત , વરણ કાંઉ વચારીએ . 
પ્રહલાદેય પવિત્ર , દાવણ હૂતો દાદવા ! 
વરણ ન કવરણ હોય, કવરણ ઘર ઊછર્યો કરણ . 
કોયલ કસદ ન હોય , દસદે પાળી દાદવા ! -

'' ઝવેરચંદ મેઘાણી '' 
||   ગરવી-ગુજરાત ||