31 July, 2019

ધરા છે આ મારી,


 - ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી, આ રણ મને પ્યારું છે, 
ખેતર છે શુ મા મારી ધન્ય હુ થઈ ગયો અહી જન્મ જે મારો થયો 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
એ વિશ્વનું દ્વાર છે, અહી સદા પ્યાર છે, તને નમુ લાખ વાર હુ ભૂમિ મારી, 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
અહી સેતુ કરાવ્યા પાર મે દરિયા પાર, 
ગુજરાતી હુ છુ મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, 
ગુજરાતી હુ છુ મારી રગરગ મા કરુણા, સેવા, સહકાર, 
ગુજરાતી હુ છુ હર આફત સામે ઊભોબની પડકાર, ગુજરાતી હુ છુ…. 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
પાંખના આ ફફડાટમા ગગન કહી રહ્યુ છે મને ખોલ તું, 
લક્ષ્યની પરે લક્ષ્ય આપણુ કહી રહ્યું છે હવે બોલ તું, 
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે, 
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે. 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનુ ઘરેણુ ગુજરાત ! 
એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીંએ એક નવી કાલ ને કેજે ખાસ છે, 
અંજલિમા સંકલ્પ છે અને આંખોમા વિશ્વાસ છે, 
મનમા કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે, 
હે જી રે…. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
 -'' દિલીપ રાવલ '' 
[ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલુ આ ગીત 
જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ દ્વારા લખાયુ છે. 
અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા એ.આર.રહેમાનની ધૂનથી તે શણગારાયુ 
અને કિર્તી સાગઠીયાનો કંઠ પામ્યું છે ] 
॥ ગરવી-ગુજરાત ।। 

જ્યા જ્યા વસે એક ગુજરાતી


*   જ્યા જ્યા વસે એક ગુજરાતી   * 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
જ્યા જ્યા બોલાતી ગુજરાતી ત્યા ત્યા ગુર્જરીની મહોલાત 
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યા ગુર્જરના વાસ 
સૂર્ય તણા કિરણો દોડે ત્યા સૂર્ય તણો જ પ્રકાશ 
જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત 
જંગલમા પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત 
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ 
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ 
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યા રહે ગરજી ગુર્જર માત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 
અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય 
સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય 
જય જય જન્મ સફળ ગુજરાતી 
જય જય ધન્ય અદલ ગુજરાત 
જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત 

- અરદેશર ફરામજી ''ખબરદાર'' 

।। ગરવી-ગુજરાત ।।

27 July, 2019

વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની



વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની 
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ કલા ગુજરાતની 
ડાંગ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી 
દુશ્મનોએ જોઈ છે ક્યાં એકતા ગુજરાતની 
મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો રંગ લાવી છે 
શહીદી ભાવના ગુજરાતની ભાગ્ય પર પુરુષાર્થની મારી છે 
લોખંડી મહોર ભૂલશે ઈતિહાસ ના ગૌરવ કથા ગુજરાતની 
ચંદ્ર ને સૂરજ કહે છે રાત દિ’ ‘જય સોમનાથ’ 
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની 
માતા કેરા ચીર સાથે ખેલનારા સાવધાન 
ક્યાંક મહાભારત ન સર્જે ઉરવ્યથા ગુજરાતની 
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું 
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ મા ગુજરાતની 

-‘શૂન્ય’ પાલનપુરી ।

---------------------------------------------------------------

** ગુર્જરી ગિરા ** 
જે જન્મતાં આશિષ હેમચન્દ્રની પામી, 
વિરાગી જિનસાધુઓએ જેના હિંચોળ્યા મમતાથી પારણા, 
રસપ્રભા ભાલણથી લહી જે નાચી 
અભંગે નરસિહ-મીરા- અખા તણે નાદ ચડી 
ઉમંગે આયુષ્મતી લાડલી 
પ્રેમભટ્ટની દ્રઢાય ગોવર્ધનથી બની જે, 
અર્ચેલ કાન્તે, દલપત પુત્રે તે ગુર્જરી 
ધન્ય બનીં ઋતંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી 

– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮) 
॥ ગરવી-ગુજરાત ।।



જય જય ગરવી ગુજરાત




 જય જય જય ગરવી ગુજરાત 
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
 સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,,,..
આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની… 
ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં 
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં 
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલોકાળીકામાતની 
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ  યશગાથા ગુજરાતની, 
અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતુ સંસાર 
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર 
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની 
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … યશગાથા ગુજરાતની,
દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ 
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ 
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની 
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …યશગાથા ગુજરાતની,
 મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી 
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી 
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, 
જય બોલો નર્મદામાતની 
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની,
 હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે 
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે 
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની 
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … યશગાથા ગુજરાતની,
અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ 
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ 
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની 
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ … 
શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી 
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રોદેનારી 
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ  યશગાથા ગુજરાતની,


----------------------------------------------------------


જય જય ગરવી ગુજરાત ! 
જય જય ગરવી ગુજરાત , 
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી , પ્રેમ શૌર્ય અંકીત : 
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉં ને , પ્રેમ ભક્તિ ની રીત - 
ઊચી તુજ સુંદર જાત , જય જય ગરવી ગુજરાત 
ઉતર મા અંબા માતા પૂર્વ મા કાળી માતા છે 
દક્ષિણ દિશા મા કરંત રક્ષા , 
કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્વિમ કેરા દેવ છે 
સહાય માં સાક્ષાત જય જય ગરવી ગુજરાત 
નદી તાપી નર્મદા જોય મહી ને બીજી પણ જોય 
વળી જોય સુભટ ના જુદ્ધ રમણ ને રત્નાકર સાગર 
પર્વત પર થી વીર પૂર્વજો દે આશિષ જય કર સંપે સોયે સઉ જાત 
જય જય ગરવી ગુજરાત 
તે અણહિલવાડ ના રંગ તે સિદ્ધરાજ જયસિંગ 
તે રંગ થકી પણ અધિક , સરસ રંગ થસે સત્વરે માત ! 
શુભ શકુન દીંસે મધ્યાહન શોભશે , 
વીતી ગઇ છે રાત - 
જન ધૂમે નર્મદા સાથ , 
જય જય ગરવી ગુજરાત 
જય જય ગરવી ગુજરાત 
-'' કવિ નર્મદ ''
 ॥ ગરવી-ગુજરાત ।।