31 July, 2019

ધરા છે આ મારી,


 - ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી, આ રણ મને પ્યારું છે, 
ખેતર છે શુ મા મારી ધન્ય હુ થઈ ગયો અહી જન્મ જે મારો થયો 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
એ વિશ્વનું દ્વાર છે, અહી સદા પ્યાર છે, તને નમુ લાખ વાર હુ ભૂમિ મારી, 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
અહી સેતુ કરાવ્યા પાર મે દરિયા પાર, 
ગુજરાતી હુ છુ મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, 
ગુજરાતી હુ છુ મારી રગરગ મા કરુણા, સેવા, સહકાર, 
ગુજરાતી હુ છુ હર આફત સામે ઊભોબની પડકાર, ગુજરાતી હુ છુ…. 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
પાંખના આ ફફડાટમા ગગન કહી રહ્યુ છે મને ખોલ તું, 
લક્ષ્યની પરે લક્ષ્ય આપણુ કહી રહ્યું છે હવે બોલ તું, 
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે, 
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે. 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત ! 
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનુ ઘરેણુ ગુજરાત ! 
એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીંએ એક નવી કાલ ને કેજે ખાસ છે, 
અંજલિમા સંકલ્પ છે અને આંખોમા વિશ્વાસ છે, 
મનમા કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે, 
હે જી રે…. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
 -'' દિલીપ રાવલ '' 
[ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલુ આ ગીત 
જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ દ્વારા લખાયુ છે. 
અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા એ.આર.રહેમાનની ધૂનથી તે શણગારાયુ 
અને કિર્તી સાગઠીયાનો કંઠ પામ્યું છે ] 
॥ ગરવી-ગુજરાત ।। 

No comments:

Post a Comment