11 April, 2012

શ્રી કૃષ્ણ ગીત

 શ્રી કૃષ્ણ ગીત





- હે ઓધવજી મારા વ્હાલાને વઢીનેકે’જો જી 
હે માને તો મનાવી લેજો રે હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી 
માને તો મનાવી લેજો જી 
મથુરાના રાજા થ્યા છો ગોવાળોને ભૂલી ગ્યા છો માનીતી ને ભૂલી ગ્યા  છો 
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી 
માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી 
એકવાર ગોકૂળ આવો માતાજી ને મ્હો લેખાવો ગાયો ને હંભારી જાઓ રે 
હે ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી 
માને તો મનાવી લેજો જી મારા વ્હાલાને વઢીને કે’જો જી 
વ્હાલાની મરજીમાં રહેશુ જે કહેશે તે લાવી દેશુ કુબજા ને પટરાણી કેશુ રે 
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી માને તો મનાવી લે’જો રે 
મારા વ્હાલાને વઢીને કે’જો જી 
તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ 
હે ગુણ ગાય ભગો ચારણ એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી 
માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો જી 
 ખી સાહેલી સાથે કાગળ લખ્યો મારા હાથે વાંચ્યો નહી મારા નાથે 
એ ઓધવજી મારા વ્હાલાને વઢી ને કે’જો રે માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢી ને કે’જો રે મથુરાને મારગ જાતા લૂંટી તમે માખણ ખાતા, 
તોડ્યા કેમ જુના નાતા રે 
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે 
માને તો મનાવી લે’જો રે મારા વ્હાલાને વઢીને કે’જો રે





કા’નાને માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે 
 ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ને ઘેવર ધરું સૈ મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ.. 
કા’નાને … માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે 
 શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ.. 
કા’નાને …  માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે
જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ છપ્પનભોગની સામગ્રી પણ માખણ જેવી નૈ.. 
 કા’નાને …  માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે
 સોળ વાનાના શાક ધરાવું ને રાયતા મેલું રાય ભાતભાતની ભાજી ધરું પણ માખણ જેવી નૈ..
 કા’નાને …  માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે
 એક ગોપીએ જમવાનું કીધું ને થાળ લૈ ઉભી રૈ વળતા વ્હાલો એમ વદ્યા પણ માખણ જેવા નૈ..
 કા’નાને … માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે 
 એક ગોપીએ માખણ ધર્યુંને હાથ જોડી ઉભી રૈ દીના નાથ તો રીઝ્યા ત્યારે નાચ્યા થૈ થૈ થૈ
 કા’નાને … માખણ ભાવે રે કા’નાને મીસરી ભાવે રે





- કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, 
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. 
કોમળ આ અંગ પર કાપા પડે છે 
જેવા આંગળી થી માખણ મા આ ક્યા, 
નાનકડા નેણ થકી ઝરમર ઝરે છે
જેવા ઢળતા શીકેથી દહી ઢાંક્યા, 
એના હોઠ બે બિડાયા હજી તોરે 
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે. 
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, 
ને સરી હાથેથી મોગરાની માળા, 
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું 
કાનકુંવર શું ઓછા હતા કાળા? 
 બંધ છોડે જશોદને કહો રે કોઇ જઇને જશોદાને કહો રે 
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.





- હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. 
 આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા, 
મારા કાળજડા ઠરી ઠરી જાય રે, પાતળીયા તારા મનમા નથી….. હું તો….. 
 આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા, 
મારા પાવનિયા બળી બળી જાય રે, છોગાળા તારા મનમા નથી….. હું તો….. 
 આવા ચોમાસાના ચાર ચાર મહિના આવ્યા, મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાયરે, 
કાનુડા તારા મનમા નથી.
 હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમા નથી. 



છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ છોટો સો મેરો મદન ગોપાલ 
આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ બીચ મે મેરો મદન ગોપાલ……….
છોટી છોટી કારી કારી ગૈયા ગોરે ગોરે ગ્વાલ શ્યામવરણ મેરો મદન ગોપાલ……
છોટી છોટી ઘાસ ખાયે ગૈયા દૂધ પીયે ગ્વાલ માખન ખાયે મેરો મદન ગોપાલ …
છોટીછોટી છોટી છોટી લકુટી છોટે છોટે હાથ બંસી બજાવે મેરો મદન ગોપાલ…..
છોટી છોટી છોટી છોટી સખીંયાઁ મધુબન બાગ રાસ રચાયે મેરો મદન ગોપલ....
છોટી છોટી



શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ: 
શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રીકૃષ્ણ: શરણં મમ: શ્રી કૃષ્ણ: શરણં મમ: 
કદમ્બ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
જમુના કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વ્રજ ચોરાસીં કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કુંડ કુંડનીં સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કમલકમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વ્રજભૂમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
રાસ રમંતા ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વાજાં ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
નૃત્ય કરંતીં નારીં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
આકાશે – પાતાળે બોલે શ્રીકૃષ્ણ:શરણં મમ: 
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
આંબ - લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ:શરણં મમ: 
મથુરાજીના ચોબા બોલે શ્રીકૃષ્ણ:શરણં મમ: 
ગોવર્ધનને શિખરે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
ગલી ગલી ગહેવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વેણુ સ્વર સંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
પુલિન કંદરા મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
 શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
તુલસીજીના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વિરહીજનનાં હૈયાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કુમુદિની સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
ચન્દ્ર સૂર્ય આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ:શરણં મમ: 
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
રોમરોમ વ્યાકુળ થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
મહામંત્ર મન માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: