02 August, 2019

ધૂંધળીનાથ અને સિધનાથ













**  ઢાંક ** 
ઘૂંધો જાતનો કોળી વાંસાવડ બાજુનો રહેવાસી. ધૂંધા ને તો રાત ને દિ ગીરનાર નુ ધ્યાન લાગ્યુ . 
એ ગીરનાર જઇને ધૂણી ધખાવી તપસીયા સરૂ કરી . 
બાર વર્ષ પછી ગીરનાર ની ગુફા માંથી ગેબન શબ્દ સંભળાયો કે : ધૂધળીનાથ ! ધૂધળીનાથ 
નવ નાથ ભેળો દશ મો નાથ તુ ધૂધો . 
આહ:લેક શબ્દ ની સાથે ગુરૂદતે નવ નાથ ને હાજર કર્યા . 
મછેન્દરનાથ ,જલંધર નાથ , શાંતિનાથ . આપણી જમાત મા નવો સિદ્ધ આવ્યો છે . 
તમારા ચલમ સાફી એને આપો ,ધૂધળીનાથ ને ચલમ આપી પણ સાફી આપતા કચવાણા . 
અને કહીયુ : ધૂંધો નાથ ખરો પણ એનુ દુધ હલકુ છે માટે વધારે સુદ્ધિ કરે . 
ધૂંધળીનાથે આબુ ફરી બાર વર્ષ તપ કરી ચોરાસી સીંદ્ધો ની પંગતમા સ્થાન કર્યુ . 
પછી બધાએ સાથે મળી એક સાફી એ ચલમ પીધી . 
ધૂંધળીનાથ ધૂમતા ધૂમતા ચિતોડગઢ આવ્યા .
 ચિતોડ ના રાણા ને સવાશેર માટી ની ખોટ . 
ધૂંધળીનાથે ધ્યાન કર્યુ . 
રાણા ના નશીબ મા બે દિકરા એક જોગી એક રાજા એણે કહીયુ : 
રાણાજી ! બાર વર્ષે પાછો આવીશ ત્યારે બે કુવર તારે ઘેર રમતા હશે .
એમાથી એક તારો ને એક મારો તૈયાર રાખજે. તે દિ આંસુ પાડવા બેસીસ મા .
 બાર વરસ જાતા શી વાર ! 
જોગી આવી પહોચીયા .
માતાપિતા ની હાજરી મા બાળક ને ભેખ દીધો અને ચાલી નિકળીયા . 
આ ચેલા નુ નામ સિધનાથ. 
એ પ્રેહપાટણ આવી ત્યા ના ડુંગર મા ધૂધળીનાથે બાર વરસ સમાધી લગાવી . 
ચેલા ઓ નગરી મા ઝોળી ફેરવે છે પણ કોઇ ચપટી લોટ દેતુ નથી . 
ચેલા ઓએ કુહાડા લય લાકડા કાપી ગુજરાન કર્યુ . 
બીજા ચેલા તો આવી દયાવિહોણી નગરી છોડી ચાલ્યા ગયા . 
સિધનાથે લાકડા કાપી બાર વરસ વિતાવ્યા .
ધૂધળીનાથે આંખ ખલી આશ્રમ નિહાળીયો બધા ચેલા માંથી એક સિધનાથ ને હાજર જોયો . 
તેને ધ્યાન કરી બાર વરસ મા શુ બિના બનીતી તે જાણી ગુસ્સો આવી ગયો . 
તેની આંખ માંથી ધૂમાડો નિકળવા મંડીયો રાજકુમાર સિધનાથ નુ દુ:ખ તેનાથી જોવાયુ નહી . 
તેણે પ્રેહપાટણ ને પલટાવ્યુ . હાથ માં ખપ્પર ઉપાડીયુ , 
ઓ ધરતી મૈયા પટ્ટણ સો દટ્ટણ ! અને માયા સો મિટ્ટીં ! એમ કહી ખપ્પર ઊધુ વાળીયુ .
પ્રેહપાટણ નગરી પૃથ્વી ના પેટાળ મા દટાઇ ગઇ . 
તે દિ એક નગરી નહી પણ ચોરાસી પાદર ધૂધળી નાથે પતાર મા ઉતાર્યા .
લાવા બહાર નિકળી આવ્યો લાવા ના સ્પર્સ થી માનવી ધૂળ અને પથ્થર બની ગયા .
 કુભારણ ભાગતી જાતી હતી પણ પ્રલયે , એ મા અને દિકરા ને પહોચી ગયો અને તે ત્યાં ને ત્યાં પાણકા બની ગયા .
એ હજી ઊભા ઢાંક ને સિમાડે . 
નવ નાથ અને ચોરાસી સિદ્ધો એ ધૂધળીનાથ ની ચલમ સાફી બંધ કરી . 
અડતાલીસ વરસ ની તપસીયા બાળી ને ધૂધળીનાથ ફરી ગીરનાર જઇ સમાધી લગાવી . 
સિધનાથ ત્યાજ રોકાય છે . 
ગુરૂ એ ઉથાપીયુ તે હુ વસાવુ તો જ હુ સિધનાથ સાચો . 
થોડા દિવસો પછી સિધનાથ એ ધૂળ ની નગરી મા બે સજીવ માણસ જોઇ તેને પોતાની પાસે બોલાવી પુછે છે કે તમે કોણ છો ?
 હુ આ અભાગી નગરી ની રાજ રાણી આ મારો દિકરો નાગાજણ જેઠવો . 
તમે કઇ રીતે બચીયા ? 
હુ અને કુવર મારે પિયર તળાજે ગયા હતા .
સિધનાથ : નાગાજણ હુ તારી જ વાટ જોતો હતો . 
મારી દુવા છે - જેસો લંકેશ તેસો ઢંકેશ , દુશ્મન માર વસાવ દેશ . 
ઢંકાયેલા પ્રેહપાટણ ઉપર ઢાંક નગર વસાવ્યુ . 
નાગાજણ કહે ઢાંક લંકા સમી સોના ની કરી આપો .
 સિધનાથે મંગીપુર ના રાજા શાલીવાહન ગોહીલ ને ઘર સોનબાઇ જે તેના હાથે ગાર લીંપે તેટલી તેની લીંપેલી ગાર સોનાની થઇ જાઇ . સિઘનાથે સોનબાઇ ને બોલાવી . 
એ દેવી જેટલી ગાર કરે તે સોનુ થઇ જાય છે . 
ઢાંક સોના ની બની . 
નાગાજણે સોનબેન ને કાપડુ માગવા કહીંયુ સોન કહે ટાણે માગીસ . 
ઢાંક મા છત્રીસ કનક કોટ છે ,
સિધનાથે જેઠવા કુળ ની ભવિષ્યવાણી ભાખી .નાગાજણ ની રજા લઇ નિકળી ગયો . 
શાલીવાહન જાણ થતા તે સોના ની નગરી લુટવા ફોજ લઇ આવી પહોચીયો 
પણ ઢાક નો ગઢ તેનાથી તુટતો નથી . 
શાલીવાહન રાજા નો ચારણ ઢાંક માં જાઇ છે . 
આગલા સમય મા ચારણ સાધુ ને ગમે તેવુ યુદ્ધ હોય તો પણ રોકતુ નહી . 
આ ચારણ નાગાજણ નુ માથુ માંગે છે 
નાગાજણ ચારણ ને માથુ આપતા કહે છે કે આ ગઢ અભેદ છે 
તે માથુ ન માગીયુ હોત તો હુ આ ગઢ બહાર યુદ્ધ કરવા જાત નહી અને કાયર કહેવાત 
મારુ મસ્તક તમ ને આપી પછી મારુ ઘડ લડશે . 
માથું કાપી નાગાજણ નુ ઘડ બે હાથ મા તરવાર લઇ હજારો સૈનીકો ને મારતુ શાલીવાહન પાછળ દોડયુ છે 
ત્યાતો સોન રાણી આડા ફરી સાડીનો છેડો લંબાવી કાપડા મા શાલીવાહન ની જીદગી માગે છે . 
ત્યારે ઘડ ત્યા પડી જાઇ છે . સિધનાથ ત્યાં આવી નાગાજણ ના ઘડ પાસે સમાધી લે છે . -

'' ઝવેરચંદ મેઘાણી ''

No comments:

Post a Comment