02 August, 2019

કવિ ઇશરદાન ગઢવી - સાંગો ગોડ



** કવિ ઇશરદાન ગઢવી ** - 

 આ ગામ નુ નામ શુ ભાઇ ?
 ''નાગડચાળુ'' કયાં રેવુ ? 
રે વુ તો મારવાડ મા,  હિંગળાજ દ્વારકા ની જાત્રાએ નિકળેલ છુ , અહી રાત વાસો રેવુ છે, કોઇ રાજપુત નુ ખોરડુ છે અહી ?..
હા હા સાંગાડા ગોડ ની ધીંગી ડેલી છે ને ગઢવી !.. ગામ નો કોટવાલ એમ કહી ને અંધારા મા સરી જાઇ છે
અને મન માં વિચારે છે મારો બેટો સાંગો મારા કોટવાલ ના વાછરડા ચારવાની કોરી માગી હતી. 
સાંગો શું ચુલા ની ધૂળ ખવડાવ સે ! ભલે તયે સાંગા ની ફજેતી થાતી.. 
ગઢવી કહે છે , સાંગાડા ગોડ ની ડેલી ક્યાં ? સાંગડો આવીને કહે હુ સાંગડો છુ . ડેલી તો નથી મારો કૂબો છે . 
ગઢવી : ડેલી હોય કે કૂબો મારે તો રાજપૂત ના ઘર રાતવાસો કરવો છે . તો આવો પધારો ગઢવી . 
બુઢઢી માં પડોશ માં થી ઘી તેલ ખાંડ લયાવી વાળુ રાંઘીયા .
ત્યા તો સાંગડા ને ઓળખાણ પડી કે ગઢવી તો ભાદ્રેસ ગામ ના કવિ ઇસરદાનજી પોતેજ છે , 
જેને કચ્છ કાઠીયાવાડ મરુઘર દેશ ના માનવી '' ઇસરા પરમેસરા '' નામ થી ઓળખે છે . 
પછી તો ભોળો સાંગો વાતુ એ ચડે છે 
કવિરાજ લોકો કહે છે તમે જોગમાયા જેવી પત્ની ને ઠાકરીયો વિંછી કરડાવ્યો ને મોત કરાવ્યુ !
ગઢવી કહે જગત ચાહે તેમ ભાખે ! બાપ સાંગા જુવાની , હસવા માથી હાણ્ય થઇ ગઇ . 
ચારણ્યે મને વીંછી કરડીયા ની બળતરા થાતી દેખી મેણુ દીધુ . 
મે એને પારકાની વેદના નો આત્મ-અનુભવ કરાવવા સારૂ વીંછી લાવી કરડાવ્યો . 
ચારણીનો જીવ નીકળી ગયો . . 
હે દેવ આઇ પાછા જામનગર માં અવતરી ને આપને મળી ગયા એ વાત સાચી ? .
ભાઇ ઇશ્વર જાણે ચારણી એની એજ હશેકે નહી . મને તો એજ મોઢું દેખાણુ . 
મને સોણલે આવતી તી ચારણી .. દેવ ! 
પીંતામ્બર ગુરૂ ની તમે ખડગ લઇ ને હત્યા કરવા દોડેલા ને પછી પગ માં પડી ગયા . એ શી વાત હતી ? . 
સાંગા હુ પ્રથમ વખત જામનગર રાવળ જામ ની કચેરી માં આવ્યો . 
રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો .
 એ કાવ્ય માં મે મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી. રાવળજામ ની છાતી ફાટતી હતી , 
પણ રાવળજામ હર વખત પીતામ્બર ગુરૂ ની સામે જુએ અને ગુરૂજી દરેક વખતે મારા કાવ્ય ને અવગણતા માથુ હલાવે ,
એ દેખી દરબાર ની મોજ પાછી વળી જાય , મારા લાખો ના દાન નો કોડ ભાંગી પડે . 
મને કાળ ચડીયો એક દી હુ તેને ઠાર કરવા તરવાર લઇ એને ઘેર ગયો 
ગુરૂ ગોરાણી સાથે વાત કરતા હતા . ગોરાણી દરબાર માં એક મરૂધર નો ચારણ આવેલ છે .
એના કાવ્ય છંદ ના શુ વખાણ કરૂ ! પણ હાય રે હાય ! એવો રિદ્ધિવંત જુવાન કવિતા ને મૃત્યુ લોક ના માનવી ઉપર ઢોળે છે . 
લક્ષ્મી ની લાલચે રાજાના ગુણ ગાનમા વાપરે છે ,
એ દેખી ને મારો આત્મા ઘવાય છે . ઓ હો હો આ વાણી જો ઇશ્વર ગુણગાન માં વળે તો ચોરાસી ના ફેરા પતી જાઇ . 
પ્રભુ ભક્તિ ની પરમ કવિતા ઓ રચાય . 
એના કાવ્ય થી તો રાવળજામ ની છાતી ફાટે છે પણ હુ અસંતોષ થી ડોકુ ધૂણાવુ છુ તેથી રાજા ની મોજ મારી જાય છે . 
ને જુવાન ચારણ તો મને પોતાનો દુશ્મન માનતો હશે . 
પણ ગોરાણી ! મારા મનની કોણ જાણે ? હુ તો આવી રચના ને અધમ રાજસ્તુતિ માંથી કાઢી ઇશ્વર ભક્તિ માં વાળવા મથુ છુ . 
પીતામ્બર ગુરૂ નુ આવુ કથન સાંભળ તા હુ ન રહી શક્યો 
તુલસી ની મંજરીયાળી ઘટાણા થી બહાર નિકળી ને તરવાર પીતામ્બર ગુરૂ ને ચરણે ધરી એમના ખોળા માં માથુ ઢાળીંયુ . 
અને તે દિવસ થી રાજસ્તુતિને છોડી હરી ભક્તિ આદરી . 
મારા '' હરીંરસ '' ગ્રંથ ના પ્રથમ દોહા માજ મે ગાયુ કે -
'' લાગા હું પહેલો લળે , પીતાંમ્બર ગુરૂ પાય , ભેદ મહારસ ભાગવત , પાચો જેણ પસાય''. 
ત્યાં તો માએ વાળુ પીરસ્યુ . સાંગા એ પોતાની ઊન ની કામળી પાથરી ને ઇસરદાસજી ને તેની ઉપર બેસાડીયા . 
કવિ ને તો રાજથાળી કરતા પણ વધુ મીઠી લાગી સાંગા ની મહેમાની .
જમીને ઇસરદાનજી એ કહયુ , ભાઇ મારે એક નીમ છે કે એક વરસ માં ફકત એકજ વાર દાન લેવુ . 
આજ તારી પાસે હાથ લાંબો કરુછુ . 
માગો દેવ ! અહો ભાગ્ય મારા તમને હુ આપી શકુ. માગો ! 
ફકત તારી આ ઊનની કામળી દે. આ કામળી ઉપર બેસીને હુ ઇશ્વર ની પૂજા કરીશ . 
ભલે બાપુ ! પણ મને એક વચન આપો , વચન છે . હું વિનવુ છુ કે જાત્રા થી પાછા વળો ત્યારે અહી પધારો .
 હું આપના માટે એક નવી કામળી બનાવી રાખીશ આ તો જુની થઇ ગઇ છે . 
ઇસરદાન વચન આપી ને ચાલી નીકળીયા . 
સાંગા એ કામળી ની ઊન કાંતવા માંડી . 
એક દિવસ મુસળધર મેં વરસવા લાગીયો . 
ગામ ની નદી બેઇ કાઠે વહી જાય છે . 
સાંગો પાણી ઉતરવાની રાહ જોય સામા કાંઠે બેઠો છે . 
સાંજ થયે હવે બહુ તાણ નહી રહીંયુ હોઇ . 
એમ વિચારી વાછરડા ને પાણી મા ઉતારીયા અને પોતે પણ એક વાછરડાનુ પૂછડુ ઝાલી ને નદી પાર કરે છે 
પણ મધવહેણે વાછરડો લથડીયો,
સાંગો તણાયો . નદી કાઠે ઉભેલા લોકો તણાયો તણાયો એવા સાદ કરે છે .
પાણી મા ડબકા ખાતો ખાતો સાંગો કહે છે કે મારી માં ને કહેજો કે કવિરાજ આવે તેને કામળી દેવાનુ ન ભુલે.. 
માને એટલો સંદેશ મોકલી ને સાંગો પાણી માં અલોપ થઇ ગયો .
થોડે દિવસે ઇસરદાન આવી પહોચીયા. ડોસી એ પોતાની પાપણો લુછી ને કવિરાજ ને જમાડીયા .
ઇસરદાને પુછયુ સાંગો ક્યાં ? 
સાંગો તો ગામતરે ગયો છે. તમે જમી લ્યો . ઇસરદાન ડોસી ના અંતર ના આંસુ દેખી ગયા. 
સાંગા વિના ખાવુ નથી . સાંગા ને તો નદી તાણી ગઇ. રાજપૂત નો દીકરો દીધે વચને જાય ? 
હા પણ જાતા જાતા તમારી કામળી દેવાનુ સંભારતો ગયો છે. 
ડુબતા ડુબતા પણ કામળી દેવાની ઝંખના કરતો તો . 
સાંગા ના હાથથી જ કામળી ન લઉ તો હુ ચારણ નહી. 
ચાલો બતાવો ક્યા ડુબીયો સાંગો . 
ડોસી ને કવી બંન્ને નદી કાઠે ગયા . 
ઇસરદાનજી સાંગા ને બોલાવે છે .
સાંગા બાપ સાંગા કામળી દેવા હાલ્ય ! કવિ સાંગા ને સાદ કરીયે જાય છે.
જળ ડુબતે જાય , સાદ જ સાંગરી એ દિયા , કહેજો મોરી માય , કવિ ને દિજો કામળી . 
નદીઆ વેળુ નાગ : સાદ જ સાંગરીએ દિયા , 
તોશો કાંઇ ત્યાગ , મન જો જો માઢવ તણું . સાંગરીએ દીધા શબ્દ , 
વહેતે નદપાણી . દેજો ઇસરદાસ ને , કામળી સહેલાણી . 
દીધારી દેવળ ચડે , મત કોઇ રીસ કરે જળ ડુબતે જાય , 
સાદ જ સાંગરી એ દિયા , કહેજો મોરી માય , કવિ ને દિજો કામળી . 
નદીઆ વેળુ નાગ : સાદ જ સાંગરીએ દિયા , 
તોશો કાંઇ ત્યાગ , મન જો જો માઢવ તણુ . સાંગરીએ દીધા શબ્દ , 
વહેતે નદપાણી . દેજો ઇસરદાસ ને , કામળી સહેલાણી . 
દીધારી દેવળ ચડે , મત કોઇ રીસ કરે , નાગડચાળા ઠાકરા , 
સાંગો ગોડ સરે . કવિ ને ગાંડો માની ડોશી હસતી જાય છે . 
ત્યાં તો નદી માં પૂર ચડીયુ , 
સાંગા કામળી દેવા હાલ હરી ની પૂજા ને મોડુ થાય છે હો . 
આવુ છુ દેવ ! આવુ છુ ! આઘે થી એવો અવાજ આવ્યો ! 
આવુ છુ દેવ ! આવુ છુ ! 
વાછરડા નુ પૂછડુ ઝાલી ને સાંગો નદી માં હાલીયો આવે છે .
નદી ની બહાર આવી સાંગા એ માતા ના હાથ માં હતી તે  કામળી
પોતાના હાથે કુતેલી સુદર મજાની ભાતીયુ પાડેલી નવી કામળી લય 
ચારણ ને હાથો હાથ કામળી સમર્પી ને સાંગો ફરી વાર મોજા મા સમાયો ...

: -''    ઝવેરચંદ મેઘાણી  '' 

*** દાદવા-ઇસરદાન *** 
ઇસરદાન દ્વારકાધીશ સિવાય કોય ને બિરદાવતા દુઆ ન કહેવાના ના નીમ લીધેલ છે. 
સોરઠ ના બાલગામ ની સીમ માં ઇસરદાન લુટાયા . 
મદદ માટે ગામ માં ગયા તો ગામ લોકો એ દાદવા મુસલમાન ની ડેલી ચિંધાડી . 
દાદવો કંગાળ કટકો જમીન ખેડી ગુજારો કરે. 
પણ તે ચોરની વારે જઇ લુટનોમાલ પાછો લઇ આવ્યા 
ઇસરદાને જોયુ કે મુસલમાન ને રૂદીયે રામ વસીયા છે 
ત્યારે કહ્યું- ચોખાં જેના ચિત , વરણ કાંઉ વચારીએ . 
પ્રહલાદેય પવિત્ર , દાવણ હૂતો દાદવા ! 
વરણ ન કવરણ હોય, કવરણ ઘર ઊછર્યો કરણ . 
કોયલ કસદ ન હોય , દસદે પાળી દાદવા ! -

'' ઝવેરચંદ મેઘાણી '' 
||   ગરવી-ગુજરાત ||

No comments:

Post a Comment