02 August, 2019

ઘોડા નુ દાન - ચાંપરાજ વાળો










દિલ્લી ની મોગલ સલ્તનત ગુજરાત સર કરીને જેતપુર પર ચડાઇ કરે છે ,
ત્યારે વિર એભલ વાળા નો પુત્ર ચાંપરાજ વાળો જેતપુર નો રાજા .
 દિલ્લી ની સમઃદર સમી ફોજ સામે લડે છે , 
ચાંપરાજ ના યુદ્ધ થી મુસલમાન સુરમાઓ ત્રાસી ગયા , 
ચાંપરાજ નુ સીર કપાયુ અને ધડ ધીંગાણે ચડીયુ , 
ફોજ ને પાછળ ધકેલ તુ નશાડ તુ ધડ ફોજ ને ઠેઠ લાઠી સુધી હાંકી ગયુ .
ત્યા જઇને ધડ ઢળી પડીયુ . 
ચાંપરાજ ની ખાંભી લાઠી ને ટીંબે હજુ ઊભી છે . 
ચાંપરાજ નુ યુદ્ધ જોઇ દિલ્લી ના બાદશાહ ને હૈયા માં ફડકો બેસી ગયો .
 '' બાદશાહે પતગરીયા નૈ, પોહપ પાછા જાય ચાંપો છાબામાંય , ઊઠે એભલરાઉત '' 
બાદશાહ પાસે પ્રભાતે માલણ ફુલછાબ લઇ ને ફુલો દેવા ગય , 
બાદશાહે પુછીયુ શે ના ફુલો છે ? માલણ કહે છે . ચંપો ! 
ચંપો સાંભળતાજ બાદશાહ ચમકી જાય છે . 
એને લાગે છે કે ચાંપરાજ છાબડી માંથી ઊઠશે ! 
ચાંપરાજ પોતાનો ઘોડો ગઢવી ને દાન આપવા નુ કહી ગયેલ હતો . 
એભલ વાળો ગઢવી ને ઘોડો દાન માં આપે છે . 
પણ ગઢવી જીદ કરે છે કે ચાંપરાજ ઘોડા નુ દાન આપે તોજ લવ . 
તયારે ચાંપરાજ પ્રેત બની ને આવે છે અને પોતાના હાથે ઘોડા નુ દાન કરે છે .
 '' કમણ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધા દાન . વાળા ! એ વિઘાન , ચાંપા ! કેને ચડાવી એ ? ''

 * મારવાડ નો ચારણ જેતપુર આવીને એભલ વાળા પાસે વચન માંગે છે . 
એભલ વાળો વચને બંધાય છે .જે માગો તે આપુ .
ચારણ કહે બાપ તમને પોતાનેજ માંગુ છુ ! . 
એભલ વાળો કહે હુ તો બુઢઢો છુ : મને લઇ ને શુ કરવાના ? 
ચારણે માગણી બદલી નહી એટલે એભલ વાળો ચાંપરાજ ના દિકરાને રાજપાટ સોપી ચારણ સાથે ચાલી નીકળીયા . 
પણ ચારણ ની આ વિચિત્ર માંગણી એભલ વાળા ને સમઝાતી નથી તે ચારણ ને પુછે છે 
તમને હુ શુ કામ આવીશ ? 
ચારણ જવાબ આપે છે કે 
બાપ મારવાડ માં તેડી જઇ ને મારે તમને પરણાવવાં છે . 
એભલ વાળો કહે આટલી ઉમરે મને પરણાવવાં નુ કારણ ? 
ચારણ કહે : મારે મારવાડ મા ચાંપરાજ વાળા ની જરૂર છે . 
મારે મારવાડ મા ચાંપરાજ જેવો વીર નર જન્માવવો છે . 
એભલ કહે : ચારણ તારી મારવાડ મા ચાંપરાજ ની મા મીંણલદેવી જેવી કોઇ જડશે ? 
ચાંપરાજ કોના પેટે અવતરશે ? 
ચારણે સત્બદ્ધ થઇ ને પુછીયુ '' કેવી માં ?'' 
એભલ વાળો  કહે સાંભળ ત્યારે .
 જે વખતે ચાંપરાજ માત્ર છ મહીના નુ બાળક હતો તે વખતે હુ 
એક દિવસ રાણીવાસ મા ગયો તો પારણા મા ચાંપરાજ સૂતો સૂતો રમે છે . 
એની માં સાથે વાત કરતા કરતા મારાથી જરાક આડપલુ થઇ ગયુ , 
મીણલદે બોલી હાં હાં ચાંપરાજ દેખે છે, હાં ! 
મે કહ્યુ જા રે ચાંપરાજ છ મહીના નુ બાળક શુ સમજે ? 
હુ એટલુ કહુ ત્યાતો ચાંપરાજ પડખુ ફેરવીને બીજી બાજુ જોઇ ગયો ! 
હુ તો રાણીવાસ માથી આવતો રહીયો પણ પાછળ થી એ શરમ ને લીધે ચાંપરાજ ની  માં એ એફીણ પીને આપઘાત કર્યો . 
કહો ચારણ આવી સતી મારવાડ મા મળશે તો ચાંપરાજ અવતરસે 
ચારણે નિરાસ થઇ ને કહીયુ : ' ના બાપુ ' બસ ત્યારે તંમ તમારે જાવ પાછા જેતપુર . 
'' ચાંપો પોઢયો પારણે , એભલ અળવ્ય કરે . મૂઇ મિણલદે , સોલંકણ સામે પગે .''

-''   ઝવેરચંદ મેઘાણી  ''

ગુજરાત ના દાતારી ના ઇતીહાસ મા ગર્વ લેવા જેવી વાત છે , 
દુનીયા મા કોઇ પણ ઇતીહાસ મા આવી દાતારી ની ઘટના અંકીત નહી હોય . 
એક ચાંપરાજ વાળો તેના મૃત્યુ પછી ગઢવી ને ઘોડા નુ દાન આપવા આવે છે . 
અને બીજા સાંગાજી ગોડ તેના મૃત્યુ પછી ઇશરદાન ગઢવી ને કામળી નુ દાન આપવા આવે છે . 
મૃત્યુ પછી પણ દાન આપે એવી દાતારી ની ગુજરાત ની ઇતીહાસીક ઘટના .

No comments:

Post a Comment